Sunday, 21 Apr, 10.54 am BBC ગુજરાતી

હોમ
લોકસભા ચૂંટણી ત્રીજો તબક્કો : ગુજરાતમાં શું રહેશે ચૂંટણી કાર્યક્રમ, ક્યાં, કોણ, કોની સામે ટકરાશે?

મતદાનની 48 કલાક પૂર્વે રવિવાર સાંજથી ગુજરાતમાં સાઇલન્સ પિરિયડ અમલમાં આવી ગયો.

આ ગાળા દરમિયાન ઉમેદવાર ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકે છે, પરંતુ જાહેરસભાને સંબોધિત નથી કરી શકાતી.

ગુજરાતની 26 બેઠકો માટે મંગળવારે ચૂંટણી યોજાશે, જ્યારે તા. 23મી મેના દિવસે પરિણામ જાહેર થશે. તા. 27મી મેના દિવસે ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થશે.

ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી તમામ 26 બેઠક જીતી હતી, જે કોઈ પણ રાજકીય પક્ષનું રાજ્યમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

એક નજર ગુજરાતની લોકસભા ચૂંટણી કાર્યક્રમ અને તેના ઇતિહાસ ઉપર.


ક્યાં કોણ કોની સામે

બેઠકનું નામ

ભાજપના ઉમેદવાર

કૉંગ્રેસના ઉમેદવાર

અમદાવાદ (પૂર્વ)

એચ. એસ. પટેલ

ગીતાબહેન પટેલ

અમદાવાદ (પશ્ચિમ) (SC)

ડૉ. કિરીટભાઈ સોલંકી

રાજુ પરમાર

ગાંધીનગર

અમિત શાહ

ડૉ. સી. જે. ચાવડા

વડોદરા

રંજનબહેન ભટ્ટ

પ્રશાંત પટેલ

સુરત

દર્શનાબહેન જરદોશ

અશોક અધેવડા

રાજકોટ

મોહનભાઈ કુંડારિયા

લલિત કગથરા

ભરુચ

મનસુખ વસાવા

શેરખાન અબ્દુલ શાકુર પઠાણ

મહેસાણા

શારદાબહેન પટેલ

એ. જે. પટેલ

જામનગર

પૂનમબહેન માડમ

મૂળુભાઈ કંડોરિયા

ભાવનગર

ડૉ. ભારતીબહેન શિયાળ

મનહર પટેલ

જુનાગઢ

રાજેશ ચુડાસમા

પૂંજાભાઈ વંશ

સુરેન્દ્રનગર

ડૉ. મહેન્દ્ર મુંજપરા

સોમાભાઈ પટેલ

પોરબંદર

રમેશભાઈ ધડુક

લલિત વસોયા

અમરેલી

નારણભાઈ કાછડિયા

પરેશ ધાનાણી

કચ્છ (SC)

વિનોદભાઈ ચાવડા

નરેશ મહેશ્વરી

આણંદ

મિતેશ પટેલ

ભરતસિંહ સોલંકી

ખેડા

દેવુસિંહ ચૌહાણ

બીમલ શાહ

પંચમહાલ

રતનસિંહ રાઠોડ

વી. કે. ખાંટ

દાહોદ (ST)

જશવંતસિંહ ભાભોર

બાબુભાઈ કટારા

છોટા ઉદેપુર (ST)

ગીતાબહેન રાઠવા

રણજીત રાઠવા

બનાસકાંઠા

પરબત પટેલ

પાર્થીભાઈ ભટોળ

સાબરકાંઠા

દીપસિંહ રાઠોડ

રાજેન્દ્ર ઠાકોર

પાટણ

ભરતસિંહ ડાભી

જગદીશ ઠાકોર

વલસાડ (ST)

ડૉ. કે. સી. પટેલ

જીતુ ચૌધરી

બારડોલી (ST)

પરભુભાઈ વસાવા

ડૉ. તુષાર ચૌધરી

નવસારી

સી. આર. પાટીલ

ધર્મેશ પટેલ


આ વિશે વધુ વાંચો


ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે, જેમાં 20 બેઠકો બિનઅનામત છે, ચાર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ તથા બે બેઠકો શિડ્યુલ્ડ કાસ્ટ માટે અનામત રાખવામાં આવી છે, જેથી તમામ વર્ગોને પ્રતિનિધિત્વ મળી રહે.

નવસારી, અમરેલી, પોરબંદર, આણંદ, વડોદરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ ઇસ્ટ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ખેડા, પંચમહાલ, ભરૂચ, સુરત અને નવસારી બિનઅનામત બેઠક છે.

જ્યારે દાહોદ, બારડોલી, વલસાડ અને છોટાઉદેપુર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ (ST) માટે અનામત રાખવામાં આવી છે.

અમદાવાદ વેસ્ટ અને કચ્છ બેઠક શિડ્યુલ્ડ કાસ્ટ (SC) માટે અનામત રાખવામાં આવી છે.

ગુજરાતમાં 51709 મતદાન મથકો ઉપર 4.47 કરોડ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે.મતાધિકારનો પ્રયોગ

મતદાનનો પ્રયોગ કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા રંગીન ફોટો આઈડી કાર્ડ ઇશ્યુ કરવામાં આવે છે.

જેના વિકલ્પરૂપે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કર્મચારી તરીકેનાં ઓળખપત્ર, બૅન્ક કે પોસ્ટઑફિસની ફોટોગ્રાફવાળી પાસબુક, પાનકાર્ડ, આધારકાર્ડ, ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલાં સ્માર્ટકાર્ડ, મનરેગા જોબકાર્ડ, શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલાં હેલ્થ ઇન્સ્યૉરન્સ સ્માર્ટકાર્ડ, તથા તસવીર સાથેના પેન્શન કાગળની મદદથી વોટિંગ કરી શકાશે.


દેશનો પૂર્વાયોજિત ચૂંટણી કાર્યક્રમ

કયા તબક્કામાં ક્યારે મતદાન

તબક્કો

મતદાનની તારીખ

બેઠકો અને રાજ્ય

પ્રથમ તબક્કો

11 એપ્રિલ

91 બેઠકો, 20 રાજ્ય

બીજો તબક્કો

18 એપ્રિલ

97 બેઠકો, 13 રાજ્ય

ત્રીજો તબક્કો

23 એપ્રિલ

115 બેઠકો, 14 રાજ્ય

ચોથો તબક્કો

29 એપ્રિલ

71 બેઠકો, 9 રાજ્ય

પાંચમો તબક્કો

6 મે

51 બેઠકો, 7 રાજ્ય

છઠ્ઠો તબક્કો

12 મે

59 બેઠકો, 7 રાજ્ય

સાતમો તબક્કો

19 મે

59 બેઠકો, 8 રાજ્યક્યા રાજ્યમાં ક્યારે યોજાશે મતદાન?

લોકસભાની રાજ્ય પ્રમાણે બેઠકોની સંખ્યા અને મતદાનની તારીખ

રાજયનું નામ

બેઠકોની સંખ્યા

મતદાનની તારીખ

આંધ્ર પ્રદેશ

20 બેઠકો

11 એપ્રિલ

અરૂણાચલ પ્રદેશ

2 બેઠકો

11 એપ્રિલ

આસામ

14 બેઠકો

11,18 એપ્રિલ, 23 મે

બિહાર

38 બેઠકો

1,18,23 એપ્રિલ, 29,06,12 અને 19 મે

છત્તીસગઢ

10 બેઠકો

11,18 અને 23 એપ્રિલ

ગોવા

2 બેઠકો

23 એપ્રિલ

દાદરા નગર હવેલી

1 બેઠક

23 એપ્રિલ

દમણ અને દીવ

1 બેઠક

23 એપ્રિલ

દિલ્હી

7 બેઠકો

12 મે

ગુજરાત

26 બેઠકો

23 એપ્રિલ

હરિયાણા

10 બેઠકો

12 મે

હિમાચલ પ્રદેશ

4 બેઠકો

19 મે

જમ્મુ-કાશ્મીર

6 બેઠકો

29 એપ્રિલ, 6,12અને 19મે

ઝારખંડ

14 બેઠકો

29 એપ્રિલ, 6,12અને 19મે

કર્ણાટક

27 બેઠકો

18,23 એપ્રિલ

કેરળ

18 બેઠકો

23 એપ્રિલ

મધ્ય પ્રદેશ

27 બેઠકો

29 એપ્રિલ, 6,12અને 19મે

મહારાષ્ટ્ર

48 બેઠકો

11,18,23અને29 એપ્રિલ

મણિપુર

2 બેઠકો

11 અને 18 એપ્રિલ

મેઘાલય

1 બેઠક

11 એપ્રિલ

મિઝોરમ

1 બેઠક

11 એપ્રિલ

નાગાલૅન્ડ

1 બેઠક

11 એપ્રિલ

ઓડિશા

19 બેઠકો

11,18,23 અને 29 એપ્રિલ

પંજાબ

13 બેઠકો

19 મે

રાજસ્થાન

23 બેઠકો

29 એપ્રિલઅને6 મે

સિક્કીમ

1 બેઠક

11 એપ્રિલ

તમિલનાડુ

39 બેઠકો

18 એપ્રિલ

તેલંગણા

15 બેઠકો

11 એપ્રિલ

ત્રિપુરા

2 બેઠકો

11,18 એપ્રિલ

ઉત્તર પ્રદેશ

80 બેઠકો

11,18,23,29 એપ્રિલ, 06,12અને19 મે

ઉત્તરાખંડ

5 બેઠકો

11 એપ્રિલ

પશ્ચિમ બંગાળ

42 બેઠકો

11,18,23,29 એપ્રિલ, 06,12અને 19મે


ગુજરાતમાં ચૂંટણીનો ઇતિહાસ

1962માં 22 બેઠકો હતી

વર્ષ 1960માં બોમ્બે રાજ્યમાંથી ભાષાના આધારે મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્થાપના થઈ હતી.

1962માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી, ત્યારે 22 લોકસભા બેઠકો હતી.

ત્યારબાદ 1967માં આ બેઠકની સંખ્યા વધીને 24 થઈ. પુનર્ગઠનના આધારે આ સંખ્યા 1977માં 26 ઉપર પહોંચી ગઈ.

ત્યારથી 16મી લોકસભા ચૂંટણી સુધી ગુજરાત 26 સાંસદોને લોકસભામાં મોકલે છે અને આ વખતે પણ 26 બેઠકો ઉપર મતદાન યોજાશે.


ફ્લૅશબૅક 2014

16મી લોકસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગરમાં પ્રથમ વખત VVPATનો ઉપયોગ થયો

16મી લોકસભા વખતે તા. 5મી માર્ચના ચૂંટણી જાહેર થઈ હતી અને એ સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો હતો.

તા. 30મી એપ્રિલ 2014ના દિવસે (સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી) ચૂંટણી યોજાઈ હતી અને 16મી મે, 2014ના દિવસે ચૂંટણી પરિણામ જાહેર થયાં હતાં.

વડોદરાની બેઠક ઉપરથી ઉમેદવાર અને ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા હતા.

તેમણે તા. 26મી મે 2014ના દિવસે વડા પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો.

ગુજરાતમાં ગાંધીનગરની બેઠક ઉપર પ્રથમ વખત VVPAT (વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ)નો ઉપયોગ થયો હતો તે સમયે 170 મશીનનો ઉપયોગ થયો હતો.

લોકસભા ચૂંટણી જંગમાં કુલ 334 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું, મતલબ કે સરેરાશ દરેક બેઠક ઉપર 13 ઉમેદવાર હતા.

સૌથી ઓછા ઉમેદવાર છોટાઉદેપુર બેઠક પર હતા, જ્યાં માત્ર ચાર ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું, સૌથી વધુ ઉમેદવાર જામનગરની બેઠક ઉપર હતા, અહીં 25 ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું.


આંકડાઓ 2014ની ચૂંટણી

મતદાન પ્રક્રિયા ભજવી રહેલાં બાળકોની પ્રતીકાત્મક તસવીર

ગત વખતે કુલ 40578577 (21210291 પુરુષ, 19368001 મહિલા તથા અન્ય 285) મતદાતા હતા. આ સિવાય ચૂંટણી ફરજ બજાવતા મતદાતા 24527 (18798 પુરુષ તથા મહિલા 5729) હતા.

27368 સ્થળોએ 45383 પોલિંગ સ્ટેશન ઉપર મતદાન યોજાયું હતું. સરેરાશ એક પોલિંગ સ્ટેશન ઉપર 894 મતદાતા હતા.

અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર સૌથી ઓછા 1471 પોલિંગ સ્ટેશન હતાં, જ્યારે સાબરકાંઠાની બેઠક ઉપર સૌથી વધુ 2147 પોલિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યાં હતાં.

ગત વખતે ગુજરાતમાં સરેરાશ 63.66 ટકા મતદાન થયું હતું, જેમાં પોસ્ટલ બૅલેટથી થયેલા (0.36 ટકા) મતદાનનો પણ સમાવેશ થાય છે.

પુરુષોમાં મતદાનની ટકાવારી 66.9 અને મહિલાઓમાં મતદાનની ટકાવારી 59.44 રહી હતી.source: bbc.com/gujarati

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Gujarati
Top