ઘણા ભાઈઓ તરફથી મેસેજ હતા કે લીલો પડવાશ તરીકે શણની ખેતી 🌿 આ વિષય પર માહીતી આપશો. અને શણના લીલો પડવાશથી થતા ફાયદાઓ વિશે જણાવશો.
---------------------------------------------------
માહીતી: જમીનમાં સેન્દ્રિય કાર્બન અને નાઈટ્રોજન વધારવા માટે ઝડપથી વૃધ્ધિ થતો આ પાક (શણ) ની ખેતી લીલો પડવાશ (Green manuring) માટે પ્રચલિત છે.આ ઉપરાંત અન્ય ઘણા ફાયદાઓ વિશે નીચે માહીતી સામેલ કરેલ છે.
શણ વિશે માહીતી:
1. પાકનુ નામ = શણ
2. અંગ્રેજી નામ = Sunhemp
3. વૈજ્ઞાનિક નામ = Crotalaria juncea
4. ફેમીલી = Leguminosae
5. અનુકુળ જમીન = સારા નિતાર વાળી, પી.એચ.= ૫ થી ૮.૪ સુધી .
6. પ્રતિકુળ જમીન = પાણી ભરાઈ રહેતુ હોય તે જમીન અનુકુળ નથી .
7. વાવેતરનો સમય = બધી જ સીજનમાં વાવેતર કરી શકાય છે .
8. વાતાવરણ = હીમ અનુકુળ નથી.
સુકુ વાતાવરણ માફક આવે છે. ભેજની ખેંચ સહન કરી શકે છે
9. વાવેતરની સીજન = એપ્રિલ-મે (Pre monsoon)
10. બીજ દર = 22 થી 25 કીલો પ્રતિ એકર
11. બે હાર વચ્ચેનુ અંતર = 8 ઈંચ
12. બે છોડ વચ્ચેને અંતર = 4 ઈંચ
13. વાવેતરની ઉંડાઈ = 2 ઈંચ
14. ક્યારાની લંબાઈ = 100 ફુટ થી ઓછુ
15. ક્યારાની પહોળાઈ = 6 ફૂટ
16. વાવેતરની પધ્ધતિ = એક ક્યારામાં 7 હાર કરવી
17. ફુલ અવસ્થા = 45 થી 60 દિવસ
18. પાયા ખાતર = સીંગલ સુપર ફોસ્ફેટ (60 કીલો) + યુરીયા (11 કીલો) પ્રતિ એકર મુજબ
19. પિયતની સંખ્યા તથા સમય = 4 થી 6 પિયત (જમીન અનુસાર ફેરફાર કરવા)
20. જમીનમાં ભેળવવાનો સમય = 45 થી 60 દિવસની અવસ્થાએ શણને રોટાવેટર કે ડીસ્ક હેરોથી જમીનમાં ભેળવવામાં આવે છે
21. શણને જમીનમાં ભેળવ્યા બાદ 2 થી 12 દિવસમાં વાવેતર કરવુ હોય તો પાકનુ વાવેતર કરી શકાય છે
22. વિશેષ જાણકારી માટે કૃષિ તજજ્ઞની સલાહ લેવી
23. વાતાવરણ, જમીનના પ્રકાર, પિયત પાણીની ગુણવતા તથા ઉપલબ્ધી અનુસાર ખેતીમાં જરૂરી ફેરફાર કરવા.

----------------------------------------------------
શણનો લીલો પડવાસ થકી થતા ફાયદાઓ:
----------------------------------------------------
1. એક એકર જમીનમાં 6 થી 10 ટન લીલો બાયોમાસ (પડવાશ) ઉમેરાય છે
2. એક એકર જમીનમાં 30 થી 34 કીલો નાઈટ્રોજન ઉમેરાય છે
3. જમીનમાં 0.1 થી 0.3% જેટલો સેન્દ્રીય કાર્બનમાં વધારો થાય છે
4. જમીનની ભેજ ગ્રાહ્ય શક્તિમાં નોંધનીય વધારો જોવા મળે છે
5. જમીનમાં રહેતી અને પેથોજેનીક કૃમિ જેવી કે (Meloidogyne spp) જેવી કૃમિના જીવન ચક્રમાં વિક્ષેપ કરી પછીના પાકમાં કૃમિથી થતુ નુકશાન ઘટાડી શકાય છે
6. છોડને નુકશાન કરતી પેથોજેનીક ફુગ જેવી કે Fusarium અને Alternaria ને મહદ અંશે નિયંત્રણમાં રાખે છે
7. જમીનમાં સેન્દ્રિય પદાર્થોના વિઘટનની કામગીરી કરતા માઈક્રોબને યોગ્ય ખોરાક અને વાતાવરણ પૂરૂ પાડે છે
8. જમીનના બંધારણ સુધરે છે. પરીણામે પાકનુ ઉત્પાદન વધે છે

