Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

આ રક્ષાબંધનના પર્વે રાખડીઓમાં અઢળક વેરાયટી ઉપલબ્ધ

મદાવાદ : રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર. આ દિવસે બહેન ભાઈના કાંડે રાખડી બાંધી, કપાળે તિલક કરી દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. રક્ષાબંધનના તહેવાર માટે અનેક ઐતિહાસિક અને પૌરાણિક વાર્તાઓ જોડાયેલી છે.શ્રાવણની આ પૂનમને આખાય ભારતમાં જુદીજુદી રીતે ઉજવવામાં આવે છે. આ તહેવારો સાથે આખાય ભારતનું અર્થતંત્ર જોડાયેલું છે. સિઝનેબલ બજારમાં રંગબેરંગી વિવિધ રાખડીઓ સાથે પૂજાપો, પૂજાપાઠની અવનવી સામગ્રી ઉપલબ્ધ છે.

 રક્ષાબંધનની રાખડીઓની જ વાત કરીએ તો પરંપરાગત રેશમની દોરી સાથે દર વર્ષે રાખડીઓમાં અવનવી ડિઝાઈન નવીનતા વેપારીઓ બજારમાં મુકે છે. દરેક તહેવાર-ઉત્સવોમાં સિઝનેબલ ધંધો કરતાં વાસુભાઈ ચિત્રલેખા.કોમને કહે છે આ વર્ષે ચાંદી, ઓક્સોડાઈઝ, અમેરિકન ડાયમંડ, ચંદન, સુખડ, રુદ્રાક્ષ સાથેની રાખડીઓની નવી જ ડિઝાઇન આવી છે. આ સાથે પૂજાની તૈયાર થાળી અને પૂજાપો પણ તૈયાર પેકિંગમાં મળે છે. રાખડી બજારના દિલીપભાઈ કહે છે બાળકોને મનોરંજન આપતા પાત્રોવાળી રાખડીઓમાં પણ આ વર્ષે સુંદર પેકિંગમાં આવી છે. જેમાં સ્પાઇડરમેન, છોટાભીમ, મોટુ પતલુ, હનુમાન, ટોમ એન્ડ જેરી, રાધાકૃષ્ણ જેવા અનેક પાત્રો સાથેની રાખડીઓ અને સાથે રમકડાંના મોબાઈલ જેવી સામગ્રી પણ બજારમાં ઉપલબ્ધ છે.

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રખાડીઓના નાના-મોટા સ્ટોલ, મંડપ, મેળા લાગ્યા છે. આ સાથે મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી અનેક નાની-મોટી સંસ્થાઓના પણ સોના,ચાંદી, ડાયમંડ, બ્રેસલેટ સહિતની વિવિધ રાખડીઓના મેળા લાગ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha