Friday, 18 Aug, 7.03 am ચિત્રલેખા

બ્રેકીંગ ન્યુઝ
આવતાં વર્ષ સુધીમાં ટેલિકોમ સેક્ટરમાં મળશે નવી 30 લાખ નોકરીની તકોઃ એસોચેમ

નવી દિલ્હીઃ જો તમે નોકરી શોધી રહ્યા છો તો આવતા વર્ષમાં તમારા માટે સારી તકો ઉભી થવાની શક્યતાઓ છે. એસોચેમ-કેપીએમજીની જોઈન્ટ સ્ટડી અનુસાર, 4જી ટેક્નોલોજીના રોલઆઉટ થવાથી ટેલિકોમ્યુનિકેશન્સ સેક્ટમાં 2018 સુધીમાં 30 લાખ નોકરીની નવી તકો ઉભી થઈ શકે છે.

એસોચેમ-કેપીએમજીનો રીપોર્ટ દર્શાવે છે કે 4જી ટેક્નોલોજી રોલઆઉટ થવાની સાથે માર્કેટમાં નવી કંપનીઓ પ્રવેશ કરશે, નવા ડીજીટલ વોલેટ આવશે, સ્માર્ટફોનની લોકપ્રિયતાના કારણે ટેક્નોલોજી અને અન્ય વસ્તુઓની ડિમાન્ડ ટેલિકોમ સેક્ટરમાં સતત વધી રહી છે.

2018 સુધીમાં આ સેક્ટરમાં 30 લાખ નોકરીઓની તકો ઉભી થઈ શકે છે. 2016ના અંત સુધીમાં ભારતમાં ઈન્ટરનેટ સબસ્ક્રાઈબર્સની સંખ્યા 39.15 કરોડ હતી જે અનુસાર ભારત દેશ ઈન્ટરનેટ સબસ્ક્રાઈબર્સ દેશોમાં દ્વિતીય નંબરનો સૌથી મોટો દેશ રહ્યો.

જરૂરિયાત કરતાં ઓછો મેનપાવર

એસોચેમ-એપીએમજીના સ્ટડી અનુસાર 5જી, એસ2એમ જેવી એન્જીનિયરિંગ ટેક્નોલોજી અને ઈનફર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેક્નોલોજીમાં થઈ રહેલા નવા ડેવલપમેન્ટથી 2021 સુધીમાં આશરે 8.70 લાખ નોકરીઓની નવી તકો ઉભી થશે. સ્ટડી અનુસાર ટેલિકોમ સેક્ટરમાં પણ હજી જે મેનપાવર છે તે આવનારા સમયમાં ઉભી થનારી જરૂરીયાતોને પૂરી કરવા માટે સંખ્યા અને સ્કીલની દ્રષ્ટિએ પૂરતો નથી. આ અંતરને ખાસ કરીને સ્કિલની દ્રષ્ટિએ ભરવાની જરૂરીયાત છે.

મેન પાવરને કરવો પડશે ટેક્નોલોજીની સાથે અપડેટ

એસોચેમ-કેપીએમસી ના રિપોર્ટ અનુસાર ટેલિકોમ સેક્ટમાં પણ સ્કિલ્ડ મેનપાવરની જરૂરત ઈન્ફ્રા અને સાઈબર સિક્યુરિટીઝ એક્સપર્ટ્સ, એપ્લીકેશન ડેવલપર્સ, સેલ્સ એક્ઝીક્યુટીવ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નિશીયન્સ, હેંડસેટ ટેક્નિશિયન્સના પદો માટે પડશે. તો વર્તમાન સમયમાં કામ કરી રહેલા લોકોને પણ ટેક્નોલોજી સાથે અપડેટ કરવા પડશે.

સરકાર પણ કરી રહી છે મદદ

ટેલિકોમ સેક્ટર અને અન્ય બીજા સેક્ટર્સમાં પર્યાપ્ત અને સ્કિલ્ડ મેનપાવર ઉપ્લબ્ધ કરાવવા માટે સરકાર તરફથી પણ સ્કિલ ઈંડિયા જેવી પહેલ શરૂ કરવામાં આવી છે. ટેલીકોમ સેક્ટમાં સ્કિલની જરૂરત અને ડિમાંડને પૂરી કરવા માટે ધ ટેલીકોમ સેક્ટર સ્કિલ કાઉંસિલની સ્થાપના પણ કરવામાં આવી છે. જો કે ઈન્ડસ્ટ્રીએ વધારે ટારગેટેડ અને સ્પેશ્યલાઈઝ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો આઈડીયા આપ્યો છે જેના દ્વારા આ સેક્ટરની જરૂરીયાત અનુસાર મેનપાવરને તૈયાર કરી શકાય.

19.6 ટકાના દરથી આગળ વધી રહ્યું છે ટેલીકોમ સેક્ટર

છેલ્લાં કેટલાક વર્ષોમાં ટેલિકોમ સેક્ટરના સબસ્ક્રાઈબર બેઝના આધાર પર વાર્ષિક 19.6 ટકાના દરથી ટેલીકોમ સેક્ટર આગળ વધી રહ્યું છે. જ્યારે રેવન્યુની દ્રષ્ટિએ વાર્ષીક ગ્રોથ રેટ 7.07 ટકા છે. સ્ટડી અનુસાર ટેલીકોમ સેક્ટર તરફથી વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ અને નેટવર્કસ પર ઈન્વેસમેન્ટ ચાલુ છે. 2017ના પ્રથમ ત્રિમાસીક ગાળામાં ટેલિકોમ કંપનિઓના કેપિટલ એક્સપેન્ડિચર ઈન્વેસમેન્ટ 85,003 કરોડ રૂપીયા રહ્યું છે.

સ્ટડી અનુસાર ટેલિકોમ કંપનીઓ 4જી અને 4જી એડવાન્સ્ડ જેવી ટેક્નોલોજી પર પોતાનુ ઈન્વેસ્ટમેન્ટ વધારી રહી છે. આ સિવાય ફાઈબર ફૂટપ્રિન્ટ એક્સપેન્શન અને સ્પેક્ટ્રમ નીલામી માટે સ્પેક્ટ્રમ ખરીદ્યા બાદ પણ ખર્ચ વધારવો તે કંપનીઓની પ્રાથમિકતા છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Chitralekha
Top