Thursday, 07 Sep, 4.51 am ચિત્રલેખા

બ્રેકીંગ ન્યુઝ
અમદાવાદઃ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે જરુરી દસ્તાવેજો પણ ઓનલાઇન સબમિટ કરવા ફરજિયાત

અમદાવાદઃ આરટીઓમાં હવેથી ડ્રાઈવિંગ લાઈસન્સ માટેનું ફોર્મ ઓનલાઈન જ ભરવું પડશે. આરટીઓ દ્વારા કરવામાં આવેલા આ નવા નિયમનો અમલ આગામી સપ્તાહથી શરુ થશે.અત્યાર સુધી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ ફરજિયાત હતી પરંતુ જરુરી દસ્તાવેજો રજૂ કરવા માટે રુબરુ પ્રક્રિયા કરવી પડતી હતી જેના કારણે લાંબા સમય સુધી ઉમેદવારે આરટીઓ કચેરીમાં રોકાઈને હેરાન થવું પડતુ હતું.

જેમણે એપોઈન્ટમેન્ટ લઈ લીધી છે તેમણે ફરીથી એપોઈન્ટમેન્ટ લઈને નવેસરથી કાર્યવાહી કરવી પડશે. આ સિવાય લર્નિંગ લાયસન્સ માટે અરજી કરનાર ઉમેદવારે sarthi.nic.in આ વેબસાઈટની જગ્યાએ arivahan.gov.in નામની વેબસાઈટમાં લાયસન્સ વિભાગમાં જઈને ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવી પડશે. આ સિવાય જરુરી ડોક્યુમેન્ટ અને ફોટા સાથે સહી પણ ઓનલાઈન કરવાની રહેશે.

લાયસન્સની અરજી માટેની આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક ડિજિટલ નંબર આવશે, આ નંબર સાથે આવેલી સ્લીપ આરટીઓમાં રજૂ કરીને ફી ભરી શકાશે. હવે ઓનલાઈન સીસ્ટમ આવી જતાં ઘણાં અંશે ઉમેદવારને રાહત થાય તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ સાચી હકીકતનો ખ્યાલ નવો નિયમ થયા બાદ જ આવશે. ઓનલાઈન ફોર્મ માટેની સીસ્ટમ લાગુ થતાં જ આરટીઓમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સ્પેશિયલ ડેસ્ક કાર્યરત થશે જેમાં ઉમેદવારે તેના ડિજિટલ નંબર અને ફી ભર્યાની પહોંચ સાથે ઓનલાઈન રજૂ કરેલા અસલ દસ્તાવેજો વેરિફાઈ કરાવવાના રહેશે. આરટીઓ દ્વારા સારથી 4 સોફ્ટવેરને અપડેટ કરાયાં બાદ લર્નિંગ લાઈસન્સ કાઢવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે પરંતુ હવે નવા પ્રોગ્રામમાં જૂની એપોઈન્ટમેન્ટ ચાલશે નહીં. નવી ઓનલાઈન સીસ્ટમ આવ્યાં બાદ જ્યારે સર્વર ડાઉન હશે ત્યારે ચોક્કસ લોકોને હેરાન થવું પડશે. પરંતુ આ સાથે જ નવી સીસ્ટમ આવ્યાના થોડા સમય સુધી લોકોને તકલીફ પડશે, પરંતુ નવી સીસ્ટમના કારણે લોકોનો સમય બચશે અને મેન્યુઅલ વર્કમાં થનારી ભૂલો પણ ઓછી થશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Chitralekha
Top