Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભારત આગામી શિખર સંમેલનમાં આફ્રિકાની સાથે ભાગીદારી મજબૂત કરશે

ભારત આગામી શિખર સંમેલનમાં આફ્રિકાની સાથે ભાગીદારી મજબૂત કરશે

વી દિલ્હીઃ ભારત અને આફ્રિકા વચ્ચેની ભાગીદારી એક નિર્ણાયક નવા તબક્કામાં પ્રવેશી રહી છે. ભારત 28થી 31 મે, દરમિયાન નવી દિલ્હીમાં ચોથી ભારત-આફ્રિકા ફોરમ સમિટ (IAFS-IV) યોજવાની તૈયારી કરી રહ્યું છે. આ સમિટ સાથે બંને પક્ષોની ભાગીદારી વધુ સુવ્યવસ્થિત અને પરિણામ કેન્દ્રિત દિશામાં આગળ વધવાની આશા છે.

આ સંવાદમાં અનિલ કુમાર રાયે સમિટના લક્ષ્‍યો, વિકસતી વ્યૂહાત્મક ભાગીદારી અને ભારત તથા આફ્રિકા વચ્ચે વધુ ગાઢ સહયોગ આજના સમયમાં શા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તે અંગે વિચારો વ્યક્ત કર્યા છે.

ભારત-આફ્રિકા ફોરમ સમિટ ભારત અને આફ્રિકા દેશોની વચ્ચે કૂટનીતિ અને આર્થિક સહયોગનો એક મહત્ત્વપૂર્ણ મંચ છે. આ પહેલાં એનું આયોજન વર્ષ 2015માં થયું હતું. આશરે એક દાયકા પછી IAFS-IV બંને પક્ષોના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. ભારત લાંબા સમયથી વેપાર, શિક્ષણ, આરોગ્ય અને ટેક્નિકલ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકતું રહ્યું છે. IAFS-IVની થીમ IA સ્પિરિટઃ ઇન્ડિયા-આફ્રિકા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોર ઇનોવેશન, રિસાયલન્સ એન્ડ ઇન્કલુઝિવ ટ્રાન્સફોર્મેશન રાખવામાં આવી છે. આ થીમનો ઉદ્દેશ સંશોધન, સમાવેશી વિકાસ અને મજબૂતી ભાગીદારીના માધ્યમથી બન્ને ક્ષેત્રોની પ્રગતિ સુનિશ્ચિત કરવાનો છે, જ્યારે 29 મેએ ભારત-આફ્રિકા વિદેશ મંત્રીઓની બેઠક થશે. આ સિવાય વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

આ શિખર સંમેલનના એજન્ડામાં વેપાર, મૂડીરોકાણ, ડિજિટલ પરિવર્તન, વિકાસ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, જળવાયુ પરિવર્તન, સુરક્ષા, અંતરિક્ષ ટેક્નિક, ઊર્જા અને મહત્ત્વપૂર્ણ ખનિજ જેવા વિ,ય સામેલ છે. ભારત અને આફ્રિકી દેશોની વચ્ચે ભવિષ્યની ભાગીદારીને મજબૂત કરવા માટે એક સંયુક્ત ઘોષણાપત્ર અને રોડમેપ જારી કરવાની સંભાવના છે.

ભારત અને આફ્રિકી દેશોની વચ્ચે આર્થિક સંબંધ સતત મજબૂત થઈ રહ્યા છે. વર્ષ 2024-25માં બંને પક્ષોની વચ્ચે દ્વિપક્ષી વેપાર આશરે 82 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી ગયો છે. ભારતે 40થી વધુ આફ્રિકી દેશોને 10 અબજ અમેરિકી ડોલરથી વધુના ઋણની મદદ કરી છે. આ સિવાય ભારતે આફ્રિકી દેશોને આશરે 700 મિલિયન અમેરિકી ડોલરનું અનુદાન પણ આપ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha