Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બ્રેડ પોકેટ્સ

બ્રેડ પોકેટ્સ

રસાદના દિવસોમાં ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી વડે બ્રેડ પોકેટ્સનો સ્વાદિષ્ટ નાસ્તો બની જાય છે!

સામગ્રીઃ બ્રેડ 3-4, બાફેલા બટેટા 2, ચીઝ ક્યુબ 1, લીલા મરચાં 2-3, ચાટ મસાલો 1 ટી.સ્પૂન, રેડ ચિલી ફ્લેક્સ ½ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, ધોઈને સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન, આદુ ખમણેલું 1 ટે.સ્પૂન, બ્રેડ ક્રમ્સ્, તેલ તળવા માટે

સ્લરી માટેઃ મેંદો 2 ટે.સ્પૂન, કોર્નફ્લોર ટે.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, રેડ ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન

રીતઃ બાફેલા બટેટાને ખમણી લો. તેમાં ખમણેલું આદુ, સ્વાદ મુજબ મીઠું, સમારેલાં લીલા મરચાં, ચાટ મસાલો, ચિલી ફ્લેક્સ, સમારેલી કોથમીર તેમજ ચીઝ ખમણીને મેળવો. બધી સામગ્રીને ભેગી કરી લો.

એક બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, સ્વાદ મુજબ મીઠું તેમજ રેડ ચિલી ફ્લેક્સ સાથે થોડું થોડું પાણી મેળવીને સ્લરી (પાતળું ખીરું) બનાવી લો.

બ્રેડને પાટલા ઉપર વેલણ વડે વણી લો અને તેની ચારે બાજુની બ્રાઉન રંગની કિનારીઓ ચપ્પૂ વડે કટ કરી લો. બ્રેડની ચારેકોર પર ચમચી વડે સ્લરી લગાડી લો અને બ્રેડની વચ્ચે 1½ ટી.સ્પૂન જેટલું પૂરણ ગોઠવીને તેની સામેની બીજી બાજુ વાળી દો અને ત્રણે બાજુ પેક કરી લો. આ રીતે બાકીની બ્રેડના પોકેટ પણ તૈયાર કરી લો.

કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એક એક બ્રેડ પોકેટ લઈને મેંદાની સ્લરીમાં ડુબાડીને તરત જ તેલમાં હળવેથી ઉમેરીને, સોનેરી રંગના તળી લો. ગેસની આંચ ધીમી-મધ્યમ કરી લેવી.

તૈયાર બ્રેડ પોકેટ્સ લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha