menu
ચિત્રલેખારાષ્ટ્રીય

દરેક પરિવારને ઓછામાં ઓછા 7500 રૂપિયા આપોઃ સોનિયા

23 April 2020, 3:00 am

નવી દિલ્હી: કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક વાર ફરી PPEની અછત અને ખરાબ ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ વર્કિગ કમિટી (સીડબ્લ્યૂસી)ની બેઠકમાં સોનિયા ગાંધીએ PPE કિટની ખરાબ ક્વોલીટી પર ચિંતા વ્યક્ત કરી છે. સાથે સાથે દેશમાં કોરોના ટેસ્ટ બહુ ઓછા થઈ રહ્યા છે તે બહું ગંભીર બાબત છે એમ પણ જણાવ્યું હતુ.

બેઠકમા સોનિયા ગાંધીએ માંગણી કરી હતી કે ગરીબો અને મજૂરો તેમજ ખેડૂતોના ખાતામાં 7500 રુપિયા ટ્રાન્સફર કરવામાં આવે. મજૂરોને અનાજ પુરુ પાડવા તાત્કાલીક પગલા ભરવામાં આવે. આપણે કોરોના વોરિયર્સનો આભાર માનવો જોઈએ કેમ કે તેઓ મેડિકલ ઈક્વિપમેન્ટ વગર લોકોની સેવા કરી રહ્યા છે.

સોનિયા ગાંધીએ લોકડાઉનના કારણે દેશના ખેડૂતો સૌથી વધારે ચિંતિત હોવાનું જણાવી તેમની સમસ્યાઓના સમાધાન અને ખરીફ પાક માટે સુવિધા આપવાની માંગ કરી હતી.

Loading...

No Internet connection

Link Copied