Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દાઉદ ઇબ્રાહિમનના રિપોર્ટ મુદ્દે ભારતે UNમાં પાકિસ્તાનને લગાવી ફટકાર

દાઉદ ઇબ્રાહિમનના રિપોર્ટ મુદ્દે ભારતે UNમાં પાકિસ્તાનને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના એક કાઉન્ટર-ટેરરિઝમ રિપોર્ટમાં દાઉદ ઇબ્રાહિમના સંદર્ભમાં ફેલાવવામાં આવેલી તથ્યાત્મક ભૂલચૂક અને પૂર્વગ્રહને લઈને યુએન રેપોર્ટિયર (UN Rapporteur)ની સખત ટીકા કરી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે માનવાધિકારના માળખાનો ઉપયોગ આતંકવાદને છુપાવવા કે તેને યોગ્ય ઠેરવવા માટે કરી શકાય નહીં.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના સત્ર દરમિયાન ભારતીય રાજદ્વારી રઘુ પુરી (Raghoo Puri)એ આ રિપોર્ટ પર વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે કોઈ પણ જવાબદારી વગર તથ્યાત્મક રીતે ખોટો રિપોર્ટ જાહેર કરવો એ ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે.

તથ્યોની ખોટી માહિતી આપવી સ્વીકાર્ય નથી

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકવાદના મુદ્દે ફરી એક વાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. ભારતના ફર્સ્ટ સેક્રેટરી રઘુ પુરીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં તથ્યોની ખોટી માહિતી આપવી સ્વીકાર્ય નથી. રઘુ પુરીએ કહ્યું કે દાઉદ ઇબ્રાહિમ ૧૯૯૩થી ભારતમાં થયેલા આતંકવાદી હુમલાના કેસમાં વોન્ટેડ છે અને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત યાદીમાં પણ તેનો ઉલ્લેખ છે.

તેમણે ઉમેર્યું હતું કે દાઉદ એ જ દેશમાં રહે છે જ્યાં ઓસામા બિન લાદેન મળ્યો હતો અને તેને ઠાર કરવામાં આવ્યો હતો. ભારતે કહ્યું હતું કે માનવાધિકારોને નામે આતંકવાદીઓ અને કટ્ટરપંથને પ્રોત્સાહન આપનારાઓને બચાવી શકાય નહીં. આતંકવાદને કોઈ પણ સંજોગોમાં વાજબી ઠેરવી શકાય નહીં. પાકિસ્તાન પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે તેનું નિવેદન માત્ર રાજકીય લાભ માટે કરવામાં આવેલો પ્રચાર છે અને તેની પાછળ પાકિસ્તાની સેનાનાં હિતો રહેલાં છે.

રિપોર્ટમાં શું ખામી હતી?

યુએનના સ્પેશિયલ રેપોર્ટિયર બેન સોલ (Ben Saul)એ પોતાના રિપોર્ટમાં દાઉદ ઇબ્રાહિમને 'ભારત-આધારિત' ડી-કંપની ગુનાહિત ગેંગનો સરગણ ગણાવ્યો હતો, જેના આતંકવાદ સાથે સંબંધો છે. આ સામે સખત વાંધો ઉઠાવતાં ભારતીય રાજદ્વારીએ સ્પષ્ટ કર્યું હતું કે દાઉદ ઇબ્રાહિમ ભારતનો વોન્ટેડ ગુનેગાર છે અને તે પાકિસ્તાનમાં છુપાયેલો છે-એ જ દેશમાં જ્યાં અલ-કાયદાનો સરગના ઓસામા બિન લાદેન મળ્યો હતો અને માર્યો ગયો હતો.

પાકિસ્તાનને રોકડું સંભળાવ્યું

ભારતીય રાજદ્વારીએ સ્પષ્ટ કર્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અવિભાજ્ય અંગ હતા, છે અને હંમેશા રહેશે. પાકિસ્તાન દ્વારા આ સંદર્ભમાં આપવામાં આવેલું નિવેદન માત્ર સંકુચિત રાજકીય લાભ માટે ફેલાવવામાં આવેલો શુદ્ધ પ્રોપેગેન્ડા (પ્રચાર) છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha