Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ડીલ કરો અથવા વિનાશ માટે તૈયાર રહોઃ ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ

ડીલ કરો અથવા વિનાશ માટે તૈયાર રહોઃ ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ ઇરાન સાથે ચાલી રહેલા સૈન્ય અને કૂટનીતિ તણાવ પર પોતાનું વલણ વધુ આકરું કર્યું છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હવે ઈરાન સામે માત્ર બે જ વિકલ્પ છે-અમેરિકા સાથે મજબૂત અને નવી સમજૂતી કરવી અથવા સંપૂર્ણ વિનાશ માટે તૈયાર રહેવું. પાકિસ્તાન મારફતે આવેલ ઈરાનના તાજેતરના શાંતિ પ્રસ્તાવથી તેમને સંતોષ નથી અને તેને તેમણે નકારી કાઢ્યો છે.

ઈરાનના નેતૃત્વમાં સ્થિરતા અને સંકલનની કમી છે. જોકે અગાઉ ટ્રમ્પે કોંગ્રેસને 'સક્રિય દુશ્મની' સમાપ્ત થવાની માહિતી આપી હતી, પરંતુ તેમના તાજેતરના "બ્લાસ્ટ ધ હેલ આઉટ ઓફ ધેમ" જેવાં નિવેદનોએ ખાડી વિસ્તારમાં ફરી સૈન્ય કાર્યવાહી થવાની શક્યતાઓ વધારી દીધી છે.

ઈરાનના પ્રસ્તાવથી અસંતુષ્ટ ટ્રમ્પ

શુક્રવારે તેમણે ઈરાન સાથે સમજૂતી થવાની શક્યતા પર શંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તહેરાન તરફથી આવેલ પ્રસ્તાવોથી તેઓ ખુશ નથી, કારણ કે ચર્ચા ખૂબ લાંબી ખેંચાઈ રહી છે. વ્હાઇટ હાઉસમાં વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ નિશ્ચિત નથી કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી થઈ શકશે કે નહીં.

વૈશ્વિક ઊર્જા સંકટ અને સહયોગીઓ સાથે વધતો તણાવ

આ સંકટના આર્થિક પાસા પર ભાર મૂકતાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથેનો વિવાદ ઉકેલાતા જ વૈશ્વિક બજારમાં ઓઇલ અને ગેસના ભાવમાં મોટો ઘટાડો આવશે. હાલ સ્ટ્રેઝ ઓફ હોર્મુઝમાં ચાલી રહેલા તણાવને કારણે ઓઇલ પુરવઠો પ્રભાવિત થયો છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ જહાજને ઈરાનને ગેરકાયદે ટોલ આપવાની જરૂર નથી.

આ દરમિયાન, ટ્રમ્પે જર્મનીમાંથી 5000 અમેરિકન સૈનિકોને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે, જેને નાટોના સહયોગી દેશો માટે મોટો ઝટકો માનવામાં આવે છે. તેમણે યુરોપિયન દેશો, ખાસ કરીને જર્મની પર અમેરિકાને પૂરતું સમર્થન ન આપવાનો આરોપ લગાવ્યો અને સંકેત આપ્યો કે જો સહયોગી દેશો જવાબદારી વહેંચતા નથી, તો અમેરિકા પોતાની વ્યૂહરચના સ્વતંત્ર રીતે નક્કી કરશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha