Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાત બનશે ગ્લોબલ ડિજિટલ હબ: નવી ડેટા સેન્ટર પોલિસી તૈયાર

ગુજરાત બનશે ગ્લોબલ ડિજિટલ હબ: નવી ડેટા સેન્ટર પોલિસી તૈયાર

મદાવાદ: ગુજરાતની અગ્રણી આઈટી અને સોફ્ટવેર ઈન્ડસ્ટ્રી એસોસિએશન 'GESIA' (જેસિયા)ના ચેરમેન સત્યાર્થ શ્રીવાસ્તવ દ્વારા 'ગુજરાત ડેટા સેન્ટર પોલિસી ૨૦૨૬-૨૯' અંગે ઉદ્યોગ જગતનું મહત્વનું આકલન રજૂ કરવામાં આવ્યું છે. GESIAના મતે, આ નવી નીતિ ગુજરાતને ભારતમાં હાઇપર્સકેલ AI-રેડી ડેટા સેન્ટર્સ માટે એક અગ્રણી હબ તરીકે સ્થાપિત કરશે. ખાસ કરીને ૧૫૦ મેગાવોટ (MW)થી વધુના મોટા રોકાણો માટે આ નીતિ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી મજબૂત માળખું પૂરું પાડે છે.

નીતિની મુખ્ય શક્તિઓ અને હકારાત્મક પાસાં

GESIA દ્વારા આ નીતિના કેટલાક પાયાના અને મજબૂત પાસાઓની પ્રશંસા કરવામાં આવી છે:

૭.૫ ગીગાવોટ (GW)નો લક્ષ્‍યાંક: આ નીતિ અંતર્ગત ભારતમાં સૌથી મહત્વાકાંક્ષી એવા ૭.૫ GW સ્થાપિત ક્ષમતાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો છે.

દીર્ઘકાલીન સપોર્ટ: રોકાણકારોનો ભરોસો વધારવા માટે ૨૦ વર્ષ સુધી પાવર ટેરિફ સબસિડી અને વીજળી ડ્યુટી રિઇમ્બર્સમેન્ટની જોગવાઈ છે.

પર્યાવરણીય સંતુલન: વૈશ્વિક ESG ધોરણોને ધ્યાનમાં રાખીને રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

સરળ મંજૂરી પ્રક્રિયા: સિંગલ ગવર્નન્સ મિકેનિઝમ અને ડિજિટલ પ્રોસેસિંગના કારણે પ્રોજેક્ટના અમલીકરણમાં થતો વિલંબ ઘટશે.

નવીન પ્રયોગ: દરિયાકાંઠાના મેગા કેમ્પસ માટે કેપ્ટિવ ડીસેલિનેશન (ખારા પાણીને મીઠું બનાવવું)નો સપોર્ટ ખૂબ જ નવીન વિચાર છે.

મહારાષ્ટ્ર, તમિલનાડુ અને અન્ય રાજ્યો સાથે સરખામણી

અહેવાલમાં જણાવાયું છે કે મહારાષ્ટ્ર પાસે હાલમાં સૌથી વધુ ક્ષમતા અને કનેક્ટિવિટી છ., જ્યારે તમિલનાડુ પાવર અને ફિસ્કલ સપોર્ટમાં આગળ છે. જોકે, ગુજરાત લાંબા ગાળાના ઓપરેશનલ ઇન્સેન્ટિવ્સ અને ગ્રીન એનર્જી ફોકસમાં આ તમામ રાજ્યો કરતાં આગળ નીકળી જાય છે. તેમ છતાં, અન્ય રાજ્યોની જેમ સ્ટાર્ટઅપ ભાગીદારી અને AI ઇનોવેશન ઝોન જેવી બાબતોમાં ગુજરાતે હજુ વધુ મજબૂત બનવાની જરૂર છે. GESIA દ્વારા મહત્ત્વના સૂચનો

ગુજરાતને વૈશ્વિક સ્તરે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનાવવા માટે GESIA એ કેટલાક રચનાત્મક સૂચનો કર્યા છે:

AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર: AI કમ્પ્યુટ ક્લસ્ટર્સ અને GPU ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સમર્પિત પ્રોત્સાહનો આપવા જોઈએ.

MSME અને કૌશલ્ય વિકાસ: ગુજરાતના MSME ઉદ્યોગો માટે સપ્લાયર ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવો અને સાયબર સિક્યોરિટી તથા AI ક્ષેત્રે કૌશલ્ય વિકાસ (Skill Development) માટે ગ્રાન્ટ આપવી.

ટાયર-૨ શહેરોનો વિકાસ: પ્રાદેશિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે ટાયર-૨ પ્રોજેક્ટ્સ માટે પાત્રતાના ધોરણો નીચા કરવા.

ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી: દરિયાઈ સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશનો અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવું.

GESIAનું માનવું છે કે જો આ સુધારાઓ અને ઉદ્યોગ જગત સાથે નિયમિત પરામર્શ કરવામાં આવશે, તો ગુજરાત માત્ર ભારતનું જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ બની શકશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha