Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કાંટો જ કાંટા ને કાઢે / ઝેરનું મારણ ઝેર

કાંટો જ કાંટા ને કાઢે / ઝેરનું મારણ ઝેર

કાંટો જ કાંટા ને કાઢે / ઝેરનું મારણ ઝેર

કાંટો વાગ્યો હોય તો તેને કાઢવા માટે બાવળની શૂળ અથવા સોય જેવી તીક્ષ્‍ણ અણીવાળી વસ્તુની જરૂર પડે છે. તેનો અર્થ એ થાય કે જેમ કાંટો તીક્ષ્‍ણ અણીને કારણે વાગે છે, તેમ તેને બહાર કાઢવા માટે પણ એવો જ ઉપાય કે સાધન જરૂરી બને છે.

જીવનમાં પણ કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે, જ્યાં જેવા સાથે તેવા થવું જરૂરી બની જાય છે.

કોઈ શઠ માણસ પાસેથી માત્ર સજ્જનતાપૂર્વક કામ કઢાવી શકાતું નથી. તેથી જ સંસ્કૃતમાં કહેવાયું છે: “શઠં પ્રતિ શાઠ્યં કુર્યાત્”, એટલે કે શઠ માણસ સાથે શાઠ્યથી જ વર્તવું.

આ જ ભાવ વ્યક્ત કરતી બીજી લોકપ્રિય કહેવત છે “ઝેરનું મારણ ઝેર.” એટલે કે કેટલીક સમસ્યાનો ઉકેલ એ જ પ્રકારના યોગ્ય પ્રતિઉપાયથી શક્ય બને છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha