Friday, 22 Sep, 7.03 am ચિત્રલેખા

બ્રેકીંગ ન્યુઝ
કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે આ ભથ્થું નહીં મળે

નવી દિલ્હી- હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને લીવ ટ્રાવેલ્સ કન્સેશન(એલટીસી) પર દૈનિક ભથ્થું નહી મળે. એલટીસી અંતર્ગત સરકારી કર્મચારીઓને રજાઓ દરમિયાન ઘેર જવા માટે ખરીદેલી ટિકીટની ચુકવણી કરવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ(DOPT) તરફથી બુધવારે કહેવાયું છે કે એલટીસીની જેમ કોઈપણ નાની યાત્રા સ્વીકાર્ય નહી થાય. પ્રિમિયમ, સુવિધા ટ્રેનો અને તત્કાલમાં ટિકીટ બુક કરાવીને યાત્રા કરે તો તે એલટીસી અંતર્ગત સ્વીકાર્ય રહશે.

આદેશમાં કહેવાયું છે કે તત્કાલ અથવા પ્રિમિયમ, તત્કાલ ટિકીટનું રીઈમ્બર્સમેન્ટ પણ એલટીસીમાં ગણાશે. નવો નિયમ પહેલી જુલાઈ, 2017થી લાગુ થશે. સાથે એ પણ સ્પષ્ટ કરાયું છે કે રાજધાની, શતાબ્દી, દુરંતોનું ડાયનામિક ફેર પણ એલટીસીમાં ગણાશે. આ ડાયનેમિક ફેરનો હિસ્સો ત્યારે સ્વીકાર્ય નહી હોય જ્યારે કોઈ સરકારી કર્મચારી જેને આ સુવિધા નથી મળતી તે વિમાનની મુસાફરી કરે, અને રાજધાની અથવા તો શતાબ્દીનું રીઈમ્બર્સમેન્ટ ક્લેઈમ કરે છે. DOPTના આદેશમાં કહેવાયું છે કે એલટીસીમાં એ જ યાત્રા સ્વીકાર્ય રહેશે જે સરકાર અથવા તો પબ્લિક સેકટર દ્વારા સંચાલિત વાહનોમાં હોય છે.

જો કોઈ વિસ્તાર પબ્લિક ટ્રાન્સપોર્ટ સાથે જોડાયલો ન હોય તો તે ખાનગી વાહનનો ઉપયોગ કરી શકે છે. તેના સિવાય અન્ય ખર્ચ કર્મચારીએ પોતે ઉઠાવવો પડશે. ટીએમાં પરિવર્તન પછી કેન્દ્ર સરકારે આ નિયમોમાં ફેરફાર કર્યો છે. અત્રે નોંધનીય છે કે હાલના સમયમાં 49.26 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Chitralekha
Top