Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મહિલા ધારાસભ્યોને મુખ્યમંત્રીની રક્ષાબંધન ભેટ: ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર

મહિલા ધારાસભ્યોને મુખ્યમંત્રીની રક્ષાબંધન ભેટ: ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાજ્યના મહિલા ધારાસભ્યોને એક વિશેષ ભેટ આપતાં તેમના મતવિસ્તારોના રોડ-ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસલક્ષી કામો માટે રૂ. ૨૮ કરોડ ફાળવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આ નિર્ણય અંતર્ગત રાજ્ય વિધાનસભાના ૧૪ મહિલા જનપ્રતિનિધિઓને પોતાના વિસ્તારના માળખાકીય વિકાસ માટે પ્રત્યેકને રૂ.

૨ કરોડની ખાસ ગ્રાન્ટ આપવામાં આવશે. આ ૧૪ મહિલા ધારાસભ્યોમાં શહેરી વિસ્તારના ૯ અને ગ્રામ્ય વિસ્તારના ૫ મહિલા લોકપ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. મહિલા ધારાસભ્યોને ફાળવવામાં આવેલી આ વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ મુખ્યત્વે પોતાના મતવિસ્તારની રોડ-રસ્તા અને વાહનવ્યવહારની સુવિધાઓને વધુ સુદ્રઢ કરવા માટે કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીના આ જનહિતલક્ષી નિર્ણયથી સંબંધિત તમામ ક્ષેત્રોમાં કનેક્ટિવિટી વધુ સરળ અને મજબૂત બનશે, જેનાથી સામાન્ય જનતાને સીધો ફાયદો થશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha