ચિત્રલેખા

447k Followers

નવેમ્બર સુધી મફત અનાજ મેળવવા રાશન કાર્ડને આધારથી લિન્ક કરવું પડશે, જાણો પૂરી પ્રક્રિયા.

04 Jul 2020.09:49 AM

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને માર્ચમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના'નું એલાન કર્યું હતું. આ યોજના હેઠળ બધા ગરીબ પરિવારોને જેમની પાસે રેશનકાર્ડ છે અને જેમની પાસે નથી- તેમને પ્રતિ સભ્ય પાંચ કિલો ઘઉં-ચોખા અને એક કિલો ચણા એપ્રિલથી દર મહિને મફત આપવામાં આવશે. આ મફત અનાજ રેશનકાર્ડ પર મળનારા કરતાં અનાજના હાલના ક્વોટાથી વધારાનું છે. હવે પ્રધાનમંત્રીએ આને 31 નવેમ્બર સુધી વધારવાનું એલાન કર્યું છે. આ સાથે સરકારે 'વન નેશન, વન રાશન કાર્ડ' યોજના પણ શરૂ કરી દીધી છે આવામાં રાશન કાર્ડને આધારે લિન્ક નહીં થવા પર લાભાર્થીને PDSથી સસ્તું રાશન નહીં મળી શકે.

આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિન્ક કરવું પડશે

તમારા રાશન કાર્ડને આધાર કાર્ડની સાથે જોડવા માટે ગામના ઇ-મિત્ર, પટવારી અને ગ્રામ સચિવ અધિકૃત છે. તમે આ બધાથી મદદ લઈ શકો છો. આ સિવાય તમે ખુદ પણ ઓનલાઇન પણ આધારને રાશન કાર્ડની સાથે લિન્ક કરી શકો છો.

આવી રીતે રાશન કાર્ડને આધારથી લિન્ક કરી શકો

પ્રથમ પગલું- રાશન કાર્ડને આધારથી લિન્ક કરવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ની સત્તવાર વેબસાઇટ uidai.gov.in જાઓ.
બીજું પગલું- ત્યાર બાદ 'Start Now' ઓપ્શન પર ક્લિક કરો, એમાં સરનામું ભરો, બધા વિકલ્પોમાંથી 'Ration Card' બેનિફિટ ટાઇપને પસંદ કરો.
ત્રીજું પગલું- ત્યાર બાદ રાશન કાર્ડ યોજનાને પસંદ કરીને રાશન કાર્ડ નંબર, આધાર નંબર, ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ મંબર જેવી ડિટેલ્સ ભરો. ત્યાર બાદ રજિસ્ટર્ડ મોબાઇલ પર આવેલા વન ચાઇઇમ પાસવર્ડ (OTP) નાખો.

ચોથું પગલું- પછી સ્ક્રીન પર આવેલી પ્રક્રિયા પૂરી થયા પછી નોટિફિકેશનને પોસ્ટ કરો.

પાંચમું પગલું- અરજીની ચકાસણી થયા પછી રાશન કાર્ડ આધારથી લિન્ક થઈ જશે. એક જૂનથી 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાશન કાર્ડ પોર્ટેબિલિટી સેવા લાગુ થઈ ગઈ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જૂને દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે હવે નવેમ્બર સુધી દેશના 80 કરોડ ગરીબ લોકોને પ્રધનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજનાનો લાભ મળશે.

.Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Chitralekha

#Hashtags