Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રશિયામાં યોજનારી બિઝનેસ સમિટમાં જોડાવા મુખ્યમંત્રીને નિમંત્રણ

રશિયામાં યોજનારી બિઝનેસ સમિટમાં જોડાવા મુખ્યમંત્રીને નિમંત્રણ

ગાંધીનગર: રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ યુત ઈવાન ફેતિસોવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ બેઠકમાં રશિયન કોન્સ્યુલ જનરલે ગુજરાત સાથે ખાસ કરીને મેરિ ટાઈમ, શિપ બિલ્ડીંગ અને એજ્યુકેશન સેક્ટર્સમાં સાથે મળીને કામ કરવાની ઈચ્છા દર્શાવી.ગુજરાતે પોર્ટ લેડ ડેવલોપમેન્ટની નવી પરંપરા વિકસાવી છે તેની ભૂમિકા આપી હતી.

તેમણે ચર્ચા-પરામર્શ દરમિયાન એમ પણ કહ્યું કે, દેશના 40 ટકા કાર્ગો હેન્ડલિંગ ગુજરાતના પોર્ટ્સ પરથી થાય છે. એટલું જ નહીં, શિપ રિસાયકલિંગ અને શિપ બિલ્ડિંગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે તથા ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટી સહિત વિવિધ સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઝથી ગુજરાત મોર્ડન એજ્યુકેશન હબ બનવા સજ્જ છે તેની પણ વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.  વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં રશિયા પાર્ટનર કન્ટ્રી રહ્યું હતું તેનો અને તાજેતરની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પણ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાયું હતું તેનો આ બેઠક દરમિયાન ઉલ્લેખ થયો હતો. કોન્સ્યુલ જનરલે મુખ્યમંત્રીને રશિયાના સેન્ટ પીટર્સબગમાં આગામી સમયમાં યોજાનારી બિઝનેસ સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ પણ પાઠવ્યું. મુખ્યમંત્રીએ પણ વાઇબ્રન્ટ સમિટની આગામી કડીમાં રશિયાનું ડેલિગેશન સહભાગી થાય તેવું નિમંત્રણ આપ્યું હતું. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, જી.આઇ.ડી.સી.ના એમ.ડી. પ્રવીણા ડી.કે, તથા ઇન્ડેક્ષ-બીના જોઈન્ટ એમ.ડી. અમિત પ્રકાશ યાદવ પણ જોડાયા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha