Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રથયાત્રા : 'એકતાનો એક રંગ' રક્તદાન શિબિર

રથયાત્રા : 'એકતાનો એક રંગ' રક્તદાન શિબિર

મદાવાદ: ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા 'એકતાનો એક રંગ' રક્તદાન શિબરનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા પૂર્વે શહેરના જગન્નાથ મંદિરના સંકુલમાં ' એકતાનો એક રંગ 'નામે રક્તદાન શિબિરનું કરવામાં આવ્યું.

અમદાવાદ શહેરમાં હિંદુ મુસ્લિમ સહિત અનેક ધર્મોના લોકો વસવાટ કરે છે. આ તમામ ધર્મ જાતિના લોકોમાં સામાજિક સૌહાર્દ જળવાય એ જરૂરી છે.

શહેર પોલીસ એકતા જળવાય એ માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરે છે. રથયાત્રા પૂર્વે 2 જુલાઇ, ગુરુવારના રોજ જગન્નાથ મંદિરના કેમ્પસમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિંદુ મુસ્લિમ સહિત અનેક ધર્મ જાતિ સંપ્રદાયના લોકોએ રક્તદાન કર્યુ હતું. આ રક્તદાન શિબિરમાં પોલીસ વિભાગના કર્મચારીઓ અધિકારીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જગન્નાથ મંદિરની રથયાત્રા પહેલાં યોજાયેલી રક્તદાન શિબિરને સફળ બનાવવા લોકોનો ઉત્સાહ વધારવા માટે સામાજિક અગ્રણીઓ રાજકિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ : અમદાવાદ )

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha