Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલ લેવા ખેડૂતોની કતારો

સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલ લેવા ખેડૂતોની કતારો

રાજકોટ: મધ્ય એશિયાના યુધ્ધની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવો પર પડી છે. ભાવમાં વધારો થયો તેની સાથે સૌરાષ્ટ્રના ગામોમાં ખાસ કરીને ડીઝલ મેળવવામાં લોકોને લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહેવું પડી રહ્યું છે. તો બીજી તરફ તંત્ર અને અધિકારીઓ પૂરતો જથ્થો હોવાનો દાવો કરી લોકોને કોઈ અફવામાં ન દોરવા અપીલ કરી રહ્યા છે.
છેલ્લા સપ્તાહમાં બે તબક્કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

પેટ્રોલ અને ડીઝલની સપ્લાય ચેઇન ખોરવાઈ નથી પણ ટૂંક સમયમાં મળતું બંધ થઈ જશે અથવા મર્યાદિત મળશે તેવી અફવાથી લોકો ડિમાન્ડ વધારી રહ્યા છે.સૌરાષ્ટ્રના ગામડાઓમાં જેતપુર, હળવદ, ભાવનગર, ગોંડલ , ધોરાજી સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા ખેડૂતોની લાંબી કતારો છે. ચાર કે પાંચ કલાક સુધી કતારમાં ઊભા રહ્યા બાદ ડીઝલ મળે છે. હાલ ખરીફ સિઝન હોય ખેડૂતોને ટ્રેક્ટર ચલાવવાનું હોય છે તે કામ ખોરંભે પડ્યા છે. દરમિયાન રાજકોટ કલેક્ટર ઓમપ્રકાશના જણાવ્યા મુજબ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે લોકો કોઈ પેનિક ઊભું ન કરે જરૂર પૂરતું જ ખરીદ કરે. રાજકોટના સંસદસભ્ય પરસોતમ રૂપાલાએ પણ એવું નિવેદન આપ્યું છે કે પેટ્રોલ અને ડીઝલનો હાલ પૂરતો સ્ટોક છે અને એ જળવાય રહે તેવી વ્યવસ્થા તંત્રે ગોઠવી છે. લોકો કોઈ અફવાથી ગેરમાર્ગે ન દોરાય. દરમિયાન ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિએશન ના હોદેદારોએ જણાવ્યું છે કે રાજ્યમાં 4900 જેટલા પેટ્રોલ પંપ છે તેમા 20 ટકા ખાનગી અને 80 ટકા સરકાર હસ્તકની કંપનીના છે. હાલ ડીલર ની ડિમાન્ડ મુજબ જથ્થો મળે છે પણ પેનિક બાય ના કારણે ડિમાન્ડ વધુ છે તેને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. કેટલાક પેટ્રોલ પંપ પર મર્યાદિત જથ્થો આપવામાં આવી રહ્યો છે.વર્તમાન સ્થિતિમાં ખેડૂતોમાં રોષ છે. કોંગ્રેસે જેતપુરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસ્વીર – નિશુ કાચા)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha