Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શું ભારત પર ફરી 500 ટકા ટેરિફનું જોખમ છે?

શું ભારત પર ફરી 500 ટકા ટેરિફનું જોખમ છે?

વી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ (Crude Oil)ના ભાવ પહેલેથી જ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ તથા રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે અમેરિકાના નવા 'સેન્ક્શન બિલ' (Sanctions Bill)ની ચર્ચાએ ભારત જેવા દેશોની ચિંતા વધારી છે. રશિયન ઓઇલ ખરીદતા દેશો સામે અમેરિકાની નવી કડકાઈ વચ્ચે સવાલ ઊભો થયો છે કે શું ભારત પર ફરી 500 ટકા ટેરિફ લાગવાનો ખતરો ઊભો થઈ શકે?

અમેરિકાનું નવું રશિયન સેન્ક્શન બિલ શું છે?

હકીકતમાં ચાર અમેરિકન સેનેટરોએ ટ્રમ્પ પ્રશાસન સાથે મળીને રશિયા પર નવા પ્રતિબંધો લગાવતા બિલને આગળ વધારવા માટે સહમતી વ્યક્ત કરી છે. આ બિલનો હેતુ રશિયા પર આર્થિક દબાણ વધારવાનો છે, જેથી તેની યુદ્ધ મશીનરીને મળતી નાણાકીય મદદ અટકાવી શકાય. આ માટે એવા દેશોને નિશાન બનાવવામાં આવ્યા છે, જે હજુ પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ, પ્રાકૃતિક ગેસ, યુરેનિયમ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદી રહ્યા છે. આ બિલ 'Sanctioning Russia Act of 2025' હેઠળ લાવવામાં આવી રહ્યું છે.

આ બિલને રિપબ્લિકન સેનેટર લિન્ડસી ગ્રેહમ અને રોજર વિકર તેમજ ડેમોક્રેટ સેનેટર રિચર્ડ બ્લુમેન્થલ અને જિન શાહીન આગળ ધપાવી રહ્યા છે. ચારેય સેનેટરોએ જણાવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસન સાથે તેમની સહમતી બની ગઈ છે અને બિલનો નવો ડ્રાફ્ટ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. તેમના મુજબ, રશિયા સતત યુક્રેન પર હુમલા કરી રહ્યું છે, તેથી એવા દેશો પર દબાણ વધારવું જરૂરી છે, જે રશિયા પાસેથી ઊર્જા ખરીદીને તેની આવકમાં વધારો કરી રહ્યા છે.

શું ફરી 500 ટકા ટેરિફ લાગી શકે?

આ બિલનો પ્રથમ ડ્રાફ્ટ ખૂબ આકરો હતો. જૂના ડ્રાફ્ટમાં એવો પ્રસ્તાવ હતો કે જે દેશો રશિયા પાસેથી તેલ, ગેસ, યુરેનિયમ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદવાનું ચાલુ રાખશે, તેમના અમેરિકામાં થનારા નિકાસ પર 500 ટકા સુધીનો ટેરિફ લાદી શકાય. તે સમયે અમેરિકન સેનેટર રિચર્ડ બ્લુમેન્થલે તેને 'બોન-ક્રશિંગ' એટલે કે 'હાડકાં તોડી નાખે એવી' સજા ગણાવી હતી.

પરંતુ અમેરિકન મિડિયા અહેવાલો અનુસાર હવે આ બિલમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે અને ટેરિફના દરો અગાઉની સરખામણીએ ઘટાડવામાં આવ્યા છે. જોકે ટ્રમ્પ પ્રશાસને હજુ સુધી બિલનો અંતિમ ડ્રાફ્ટ જાહેર કર્યો નથી. તેથી અંતિમ કાયદામાં ટેરિફ કેટલો રહેશે તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા નથી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha