Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુપ્રીમ કોર્ટમાં રેસલર વિનેશ ફોગાટને મોટી રાહત

સુપ્રીમ કોર્ટમાં રેસલર વિનેશ ફોગાટને મોટી રાહત

વી દિલ્હીઃ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat)ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે વિનેશ ફોગાટને 2026 એશિયન ગેમ્સ માટેના સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેવા મંજૂરી આપી છે. એ સાથે જ કોર્ટે દિલ્હી હાઈ કોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની સ્પષ્ટ ના પાડી છે. પ્રાપ્ત માહિતી મુજબ રેસલિંગ ફોરેશન ઓફ ઇન્ડિયા (WFI)એ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં હતાં.

WFIએ દિલ્હી હાઈકોર્ટના 22 મેના આદેશને પડકાર્યો હતો, જેમાં ઓલિમ્પિયન વિનેશ ફોગાટને 2026 એશિયન ગેમ્સ માટે યોજાનારા પસંદગી ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ટ્રાયલ્સ શનિવારે નવી દિલ્હીમાં યોજાનાર છે.

પોતાની સ્પેશિયલ લીવ પિટિશન (SLP)માં WFIએ દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના આદેશને "પ્રથમ નજરે ગેરકાયદે" ગણાવ્યો હતો. ફેડરેશનનું કહેવું હતું કે વિનેશના પક્ષમાં આદેશ આપતાં પહેલાં તેમને વિગતવાર જવાબ રજૂ કરવા પૂરતો સમય આપવામાં આવ્યો નહોતો. ફેડરેશને એ પણ દલીલ કરી હતી કે જો ફોગાટ ટ્રાયલ દ્વારા ક્વોલિફાય પણ થઈ જાય, તો પણ વ્યવસ્થાપન સંબંધિત મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, કારણ કે સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓની યાદી આ મહિનાની શરૂઆતમાં જ જાપાન મોકલી દેવામાં આવી છે. WFI તરફથી વધુમાં એવું પણ જણાવાયું હતું કે જો તેમને "આઇકોનિક ખેલાડી" તરીકે ટીમમાં સામેલ કરવામાં આવે, તો તેમને માત્ર 50 કિલોગ્રામ વજન વર્ગમાં જ રમવાની મંજૂરી મળશે.

બીજી તરફ, એશિયન ગેમ્સ માટેના સિલેક્શન ટ્રાયલ્સ 30 અને 31 મેએ યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટે 2023માં WFIના તત્કાલીન અધ્યક્ષ અને ભાજપ નેતા બ્રિજભૂષણ શરણ સિંહ સામે લાગેલા કથિત યૌન શોષણના આરોપોને લઈને મહિલા રેસલરોના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ પેરિસ ઓલિમિક 2024 દરમિયાન 50 કિલોગ્રામ વર્ગના ફાઇનલના દિવસે તેમનું વજન નક્કી મર્યાદાથી 100 ગ્રામ વધુ નીકળતાં તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાના બાદ તેમણે કુશ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha