Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
UP ચૂંટણી: 100થી ઓછી બેઠકો પર કોંગ્રેસ સમજૂતી નહીં કરે

UP ચૂંટણી: 100થી ઓછી બેઠકો પર કોંગ્રેસ સમજૂતી નહીં કરે

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સત્તાધારી પક્ષ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ વિપક્ષી ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા) વચ્ચે બેઠકોની વહેંચણી અંગે હજુ સુધી અંતિમ સહમતી બની શકી નથી. જોકે બંને પક્ષો વચ્ચે સહમતી સાધવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે.

એ દરમિયાન મંગળવારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને એક મહત્વપૂર્ણ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાવાની છે. જોકે, કેટલાક મિડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બેઠક મુલતવી રાખવામાં આવી છે. પરંતુ અહેવાલ લખાય ત્યાં સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી.

બેઠકોની વહેંચણીને લઈને શું છે વિવાદ?

ઉત્તર પ્રદેશમાં સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને મુખ્ય વિવાદ એ છે કે કોંગ્રેસ 181 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે, જ્યારે સમાજવાદી પાર્ટી આટલી બેઠકો આપવા તૈયાર નથી. કોંગ્રેસે સમાજવાદી પાર્ટી પાસે જે 181 બેઠકોની માગ કરી હતી તેની યાદી પણ જાહેર થઈ ગઈ હતી. આ યાદીને લઈને અખિલેશ યાદવે નારાજગી વ્યક્ત કરી હતી.

'100થી ઓછી બેઠકો પર કોંગ્રેસ સમજૂતી નહીં કરે'

પક્ષ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાનુસાર સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસને 181 બેઠકો આપવા તૈયાર નથી. બીજી તરફ, કોંગ્રેસના એક અન્ય નેતાએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી 100થી વધુ બેઠકો પર ચૂંટણી લડવા માગે છે અને 100થી ઓછી બેઠકો પર કોઈ પણ સંજોગોમાં સમજૂતી કરવા તૈયાર નથી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha