Dailyhunt
વાસ્તુ : નકારાત્મક ઊર્જા અને જીવનના ખોટા નિર્ણયો

વાસ્તુ : નકારાત્મક ઊર્જા અને જીવનના ખોટા નિર્ણયો

વાસ્તુ : નકારાત્મક ઊર્જા અને જીવનના ખોટા નિર્ણયો

જો તમારી બાજુમાં કોણ ઉભું છે એનાથી તમારી કીમત નક્કી થતી હોય, તો તમારી કોઈ કીમત જ નથી એવું સીધે સીધું જ સાબિત થાય છે. આપણે જ્યારે ઉભા હોઈએ અને કોઈ જાણીતા માણસને મળવા આવવાનું મન થાય, ત્યારે આપણી સાચી કીમત ગણાય. કોણ શું કહેશે એ વિચારવામાં જીવનની અદ્ભુત ક્ષણો ખોવાના બદલે મનને ગમતું કરવામાં જ જીવનની સાચી મજા છે.

કોઈનું નુકસાન કર્યા વિના સરળ અને સુખી જીવન જીવતો માણસ જ સફળ માણસ ગણાય.

કોઈ યાદ કરે છે તો પણ એ સકારાત્મકતા છે. કોઈ અંગત ક્યારેક ન મળવાની ફરિયાદ કરે તો એ પણ સકારાત્મકતા છે, કારણ કે કોઈ તમને પોતાની અંગત વ્યક્તિ માને છે એનો આ પુરાવો છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સ: અમારી સોસાયટીમાં એક વિચિત્ર માણસ રહે છે. એને કોઈની પડી જ નથી. મારી પત્નીને તો એ દીઠો નથી ગમતો. એક વાર મારી પત્નીથી એની ગાડી ઘસાઈ ગઈ. અમે નક્કી જ કર્યું હતું કે આજે તો લડી જ લેવું છે અને કહી દઈશું કે મોટી ગાડી હોય તો બીજે પાર્ક કરો, અમારી ગાડી ઘસાઈ જાય છે. પણ એ તો કશું બોલ્યા વિના મહિનાઓ સુધી એવી ગાડી લઈને ફરતો અને જે મળે એને કહેતો કે કોઈ નવશીખીયાએ આ ઘસી નાખી છે. બોલો, અમારું કેવું લાગે? પછી અમે ખૂબ મહેનત કરી, પણ એમ થોડા પૈસા આવે? અંતે એક તક મળી અને અમે સોસાયટીની કમિટીને સાધી લીધી. ભાગ નક્કી કરીને બધા કામ અમને મળી ગયા. ત્રણ મોટી ગાડી લઈ લીધી. એ માણસ તો અમારી ગાડીની સામે પણ નથી જોતો. ગુસ્સો આવે છે. શું કરીએ?

જ: લોકો શું કહેશે એ સહુથી મોટી સમસ્યા છે. તમે તમને ગમતું કરો. એ માણસ તો તમને ગણતો જ નથી. એને દેખાડી દેવામાં તમે દેવાળિયા થઈ જશો અને એને ખબર પણ નહીં હોય. એ મસ્તરામ છે. એણે ક્યારેય તમારું નામ નથી લીધું, એનો અર્થ કે એને ખબર નથી કે આ નુકસાન તમે કર્યું હતું. તમારા મનમાં ગુનાહિત લાગણી છે. એમાંથી બહાર આવીને જીવવાનું શરૂ કરો. તમે કારણ વિના એને મનમાં ભરીને ફરો છો.

સ: અમે રાજસ્થાની છીએ, પણ પેઢીઓથી અમે ગુજરાતમાં જ છીએ. આમ તો મારું પિયર ગુજરાતી છે, પણ સાસરિય રાજસ્થાની. ટૂંકમાં લવ મેરેજ છે. ત્રણ વરસ પહેલા મારા પતિ કી ક્લબમાં મેમ્બર થયા. એમાં એવું હોય કે પત્નીઓ ગાડીમાં બેસે, ટેબલ ગોળ ફરે, જેની ઉપર ચાવીઓ પડી હોય. જેની સામે જે ગાડીની ચાવી આવે, એ ગાડી અને એની પત્ની પેલા માણસની એક રાત માટે થઈ જાય. એવું બધાની સાથે થાય. આવી મીટિંગ હોય ત્યારે અમારી ગાડી બીજાના ઘરે હોય અને બીજાની ગાડી અમારા ઘરે. તમે અમારું પાર્કિંગ જોશો તો વારંવાર ગાડીઓ બદલાતી લાગશે.

મારો દેખાવ સુંદર નથી, એટલે મારા પતિને એ ક્લબમાંથી કાઢી મૂકવાની વાત થઈ. મારા પતિએ અમારી જ સોસાયટીમાં ઘર ભાડે રાખીને કેટલીક છોકરીઓ વસાવી લીધી. મીટિંગમાં એ હવે એમને લઈ જાય છે. એ બિલ્ડિંગમાં ઓળખાણથી કેમેરા પણ કાઢાવી નાખ્યા છે.

હવે મારા પતિ આ વાતને વેપાર સુધી લઈ ગયા છે. પોતાનું કામ કાઢાવવા આ છોકરીઓને દારૂ સાથે મોકલે છે, જે ખોટું કહેવાય. કોઈ ઈલાજ આપો ને.

જ: તમે જે વાત કરી એ બંને પ્રવૃત્તિ ખોટી જ કહેવાય. તમારે શરૂઆતથી જ વિરોધ કરવો જોઈએ હતો. વળી દેહવ્યાપારનો વ્યવસાય અત્યંત નકારાત્મક છે. એની નકારાત્મક અસર તમારી આવતી પેઢી સુધી આવી શકે છે. એનો વિરોધ કરો. મોડર્ન દેખાવાની લ્હાયમાં તમે ખોટા રસ્તે ચડી ગયા છો. તમારા પતિને સમજાવો. જરૂર પડે તો સોસાયટીના અન્ય લોકોની મદદ લઈને આ કાર્ય બંધ કરાવો.

સુચન: અગ્નિનો દોષ અતિકામી બનાવે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha