Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલી જીએસઆરટીસી (એસ.ટી.)માં એપ્રેન્ટિસશીપની તક

અમરેલી જીએસઆરટીસી (એસ.ટી.)માં એપ્રેન્ટિસશીપની તક

અમરેલી જીએસઆરટીસી (એસ.ટી.)માં એપ્રેન્ટિસશીપની તક

પ્રેન્ટિસ એકટ ૧૯૬૧ અન્વયે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી) (એસ.ટી.) અમરેલી વિભાગ ખાતે એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ પર ભરતી થશે.

જી.એસ.આર.ટી.સી અમરેલી વિભાગ હેઠળનાં અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના, કોડીનાર ડેપો - વિભાગીય યંત્રાલય ખાતે મે-જુલાઈ ૨૦૨૬નાં ભરતી સત્ર માટે એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

મિકેનીક સાઈડનાં ટ્રેડમાં ધોરણ ૧૦ પાસ ફરજિયાત તથા આઈ.ટી.આઈ.ના ડિઝલ મિકેનીક / એમ.એમ.વી., ઈલેક્ટ્રિશ્યન, ફિટર, વેલ્ડર, વાયરમેન ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ ફરજિયાત છે.

જીએસઆરટીસી અમરેલીમાં એપ્રેન્ટિસ તરીકે જોડાવવા ઇચ્છુકોએ, અમરેલી લાઠી રોડ સ્થિત અમરેલી જીએસઆરટીસી વિભાગીય કચેરી ખાતેથી કચેરી કામગીરી સમય અને જાહેર રજા સિવાયના દિવસોમાં તા.૦૧/૦૫/૨૦૨૬ થી તા.૨૯/૦૫/૨૦૨૬ સુધીમાં રુબરુ રુ.પાંચ ચૂકવી આ અરજી-ફોર્મ સવારે સમય ૧૧ થી બપોરે ૨ કલાક સુધીમાં મેળવવા.

તા.૩૦-૦૫-૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યા સુધીમાં જરુરી વિગતો સાથેના અરજીપત્રકો જમા કરાવવા. નિયત સમયમર્યાદા વિત્યે અરજીપત્રકો સ્વીકારવામાં આવશે નહિ. આ અંગેની વધુ વિગતો મેળવવા કચેરીનો રૂબરૂ સંપર્ક કરવો.

અરજીકર્તાએ, https://www.apprenticeshipindia.gov.in/પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવું. તેમજ રજિસ્ટ્રેશન પ્રોફાઈલમાં શાળા છોડ્યાનું (S.L.C.) પ્રમાણપત્ર, ધો.૧૦ પાસ કર્યાની અને આઇ.ટી.આઇ. પાસ કર્યાની માર્કશીટ, આધારકાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવું ફરજિયાત છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન નહિ થયું હોય તે અરજી-ફોર્મ રદ-કમી પાત્ર થશે, તેમ અમરેલી જીએસઆરટીસી વિભાગીય નિયામકશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CityWatch News