ગૌધામ કોટિયા કુંઢડા ખાતે મોહનગીરી બાપુની 17મી પુણ્યતિથિ ઉજવવામાં આવી
કોટિયા કુંઢડા ગામ નજીકની ગિરિમાળાઓ વચ્ચે આવેલા ગૌ ધામ ખાતે સદગુરુ મોહનગીરીબાપુની 17મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી.
તળાજા નજીકના કોટિયાં કુંઢડા નજીકની ગિરિમાળાઓ વચ્ચેના પ્રાકૃતિક સ્થાને આવેલા સંત મોહનગીરી બાપુના સમાધિ સ્થાન ગૌધામ ખાતે 17મી પુણ્યતિથિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
બ્રહ્મલીન સંત મોહનગીરી બાપુની આ 17મી નિર્વાણ તિથિ મહોત્સવ દરમિયાન આરતી, ગુરુ પૂજન, મહાપ્રસાદ, સંતવાણી વગેરે કાર્યકમો નું આયોજન થયું હતું.
જૂનાગઢ થાણાપતિ સંત પૂ.લહેરગીરી બાપુના સાનિધ્યમાં સંતો, મહંતો, સેવક સમુદાય સહિતના જોડાયા હતા.

