Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨ જુલાઇના રોજ યોજાશે

ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨ જુલાઇના રોજ યોજાશે

ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨ જુલાઇના રોજ યોજાશે

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો જુલાઇ - ૨૦૨૬નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨/૦૭/૨૦૨૬
નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે શ્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ),
જિલ્લા પંચાયત કચેરી, ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે.

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં
તા.૧૬/૦૭/૨૦૨૬ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને તથા તાલુકા
કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે.

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે
રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ
સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકશે નહી. તેમ મામલતદારશ્રી ઘોઘાની યાદીમાં જણાવાયું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CityWatch News