સ્થાનિક શ્રીમતી ટી.કે. પારેખ હાઈસ્કૂલમાં શિક્ષક દિન અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવની હર્ષોલ્લાસભરી સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાર્થના અને મંગલાચરણથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વક્તવ્યો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
સાથે જ, રાધા-કૃષ્ણની સુંદર વેશભૂષા, ભક્તિગીતો અને નૃત્યો દ્વારા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આચાર્યશ્રી આશિષકુમાર એમ. જોશી અને શિક્ષકગણે વિદ્યાર્થીઓને ગુરુજનો પ્રત્યે સન્માન તથા શ્રીકૃષ્ણના જીવનમાંથી પ્રેરણા મેળવવા માર્ગદર્શન આપ્યું હતું. શાળાના પ્રમુખ અને સરપંચ શ્રી કલ્પેશભાઈ કાનાણીએ સમગ્ર આયોજન બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. શ્રી ચેતનભાઈ ત્રિવેદી, શ્રી વિનોદરાય વાળા, શ્રી સંધ્યાબેન જાદવ, શ્રી પ્રકાશભાઈ રાઠોડ તથા વિદ્યાર્થીઓના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

