Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કચ્છ ના કબીર અન્નદાની દાદા મેકરણ ની ચૈતન્ય સમાધિ ના દર્શને પધારતા વ્રતધારી સ્વામી શ્રી માર્ગિયમિતજી

કચ્છ ના કબીર અન્નદાની દાદા મેકરણ ની ચૈતન્ય સમાધિ ના દર્શને પધારતા વ્રતધારી સ્વામી શ્રી માર્ગિયમિતજી

ચ્છ ના કબીર અન્નદાની દાદા મેકરણ ની ચૈતન્ય સમાધિ ના દર્શને પધારતા વ્રતધારી સ્વામી શ્રી માર્ગિયમિતજી

કચ્છ ના કબીર સંત મેકણ દાદા ના દશૅને સેવા વ્રતધારી પુજ્ય સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી હજારો વંચિત અને નિર્ધન વિદ્યાર્થીઓ ની મા બનીને સેવા કરનારા સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી કચ્છ ના પ્રવાસે હતા આ દરમિયાન ભચાવ આવતા ત્યાંથી નજીક જુન્ગી મુકામે દાદા મેકણ ના દશૅન કરવા જવાનું બન્યું.

એ સમયે આજુબાજુના બાર ગામોના લોકોના સેવા સહકાર થી પુજ્ય મેકણ દાદા અહીં બાર વર્ષ રહ્યા. પછી તો જાણકારી મળી કે દાદા ની આવી ચાર જગ્યાઓ કચ્છ માં છે એટલે મુળ જ્ગ્યાએ. જવાનું વિચાર્યું. કે જેથી એમના જીવન વિશે વિશાળ પરિપ્રેક્ષ્‍યમાં જાણી સમજી શકાય. પછી એમના ચેતનસમાધી સ્થળ ધ્રંગ જવાનું થયું. ત્યાં જવાની યાત્રા દરમિયાન રસ્તે થોડા ભુલા પડ્યા મતલબ અટવાયા.ત્યારે વિચારો એ મનને ઘેરી લીધું કે આવા આધુનિક સમય માં પણ આપણે ભુલા પડ્યા તો સદિયો પહેલા આ જતિ પરુષે રણમાં ભુલા પડેલા પ્રવાસીઓ ના માટે કેટલો ઉમદા વિચાર કર્યો કહેવાય.કે બે અબોલ પ્રાણીઓ ને પુજ્ય મેકણ દાદા એ તૈયાર કર્યા અને રણમાં લાલીયો કુતરો અને મોતીયો ગધેડો એ સમય ના વિકટ રણમાં રખડી ને ભુલા પડેલા ભુખ તરસ થી બેભાન થયેલા માણસો ને માટે માં અન્નપૂર્ણા બનીને પાણી પીવરાવી રોટલા ખવરાવી નવજીવન આપતા.

આ હતી પુજ્ય મેકણ દાદાની સેવાયજ્ઞ પ્રવૃત્તિ કૈ જે આજેપણ લાખ લાખ વંદન કરવાનું મન થાય. સવારમાં નિજ સમાધી મંદિર માં દશૅન કરાવતા બધી માહિતી આપી અને મેકણ દાદાની કાવડ કે જેમાં તેઓ રોટલા ઉધરાવતા અને એમના પાવન વસ્ત્રો ના દશૅન કરાવી પુજારીજી એ બહુ વિગતવાર માહીતગાર કર્યા. અંતમાં એવી મહેચ્છા વ્યક્ત કરી કે દાદા ના આ સેવા અવતારથી અત્યાર નો જન જન વધુ ને વધુ અવગત થાય એવી પ્રાર્થના સાથે યાત્રા સમાપ્ત કરી..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CityWatch News