Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ખાતર વિતરણમાં પારદર્શિતા લાવવા રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

ખાતર વિતરણમાં પારદર્શિતા લાવવા રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

ખાતર વિતરણમાં પારદર્શિતા લાવવા રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં, વ્યાજબી ભાવે અને પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં સબસિડાઈઝ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા માટે તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂંક કરવામાં આવી છે.

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં સબસિડાઈઝડ ખાતરનો ઔદ્યોગિક કે બિન-કૃષિ ઉપયોગ તરફનો ડાયવર્ઝન, સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરવી, કાળા બજારી, બનાવટી ખાતરનું વેચાણ તેમજ યુરિયા ખાતર સાથે અન્ય પ્રોડક્ટનું ફરજિયાત ટેગિંગ કરવા જેવી ગેરરીતિઓ સાંખી લેવામાં આવશે નહીં. ખેડૂતોના હિતનું રક્ષણ કરવા માટે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની ટીમો તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે.

નિમણૂક કરાયેલા તપાસ અધિકારીઓ ખાતરના ડીલર્સની રૂબરૂ મુલાકાત લઈ POS મશીનના આંકડા અને ફિઝિકલ સ્ટોકની સચોટ ચકાસણી કરશે. તેઓ દરેક જિલ્લામાં યુરિયાનું સૌથી વધુ વેચાણ કરતા 'ટોપ ડીલર્સ'ની પણ વિગતવાર તપાસ કરશે. આ ઉપરાંત, ખેડૂતોને તેમની માંગણી મુજબ ખાતર મળે છે કે નહીં, યુરિયા સાથે અન્ય કોઈ ખાતર કે પ્રોડક્ટ પરામર્શ વગર ટેગ કરવામાં આવે છે કે નહીં, તેની પણ કડક ચકાસણી કરાશે.

આ તપાસ અધિકારીઓ યુરીયા ખાતરનો વપરાશ કરતાં યુનીટોની પણ મુલાકાત લેશે તેમજ શંકાસ્પદ યુરીયાના નમુના લઈને ખાતર ઉદ્યોગોમાં ડાયવર્ટ ન થાય તે સુનિશ્ચિત કરશે. દરેક તપાસ અધિકારીના કામગીરીની દેખરેખ માટે નિરીક્ષણ અધિકારીની પણ ઝોન વાઈઝ નિમણૂક કરવામાં આવી છે, જ્યારે આ સમગ્ર પ્રક્રિયાનું રાજ્યના ખેતી નિયામકશ્રી દ્વારા રોજેરોજ મોનિટરિંગ કરવામાં આવશે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જો તપાસ દરમિયાન કોઈ પણ ડીલર કે એજન્સી સ્ટોકમાં અનિયમિતતા, વધુ ભાવ વધારો કે ટેગિંગ જેવી ગેરરીતિઓમાં દોષિત જણાશે તો તેમની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર ખેડૂતોને ખાત

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CityWatch News