Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કોંગી નેતા પ્રતાપ દુધાતે લીલીયા ગઢ અકબંધ રાખ્યો

કોંગી નેતા પ્રતાપ દુધાતે લીલીયા ગઢ અકબંધ રાખ્યો

કોંગી નેતા પ્રતાપ દુધાતે લીલીયા ગઢ અકબંધ રાખ્યો

લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના કબ્જામાં

લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ પદે જગદીશ દેથળીયા ઉપપ્રમુખ પદે વિજય કોગથીયા

કોંગ્રેસે લીલીયા ગઢ જીતીને ભાજપને લપડાક મારી છે સરપંચથી લઈને સાંસદ સુધી ભાજપની સત્તા છે ત્યારે લીલીયા તાલુકા પંચાયતમાં ભાજપે એડી ચોટીનું ઝોર લગાવ્યું પણ 16 બેઠકો માંથી 7 બેઠકો ભાજપને ફાળે આવેલ હતી જ્યારે કોંગ્રેસે 9 બેઠકો પર કબજો જમાવ્યો હતો ગઈકાલે જ પ્રમુખ ઉપપ્રમુખના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જ ભાજપની પીછેહઠ થઈ હતી ને કોંગ્રેસે જગદીશ દેથળીયા નું પ્રમુખ અને ઉપપ્રમુખ માટે વિજય કોગથીયા ના ફોર્મ ભર્યા હતા ત્યારે આજે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખને બીનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા ને કોંગ્રેસે જીતનો જશ્ન મનાવ્યો હતો સાથે સાથે લીલીયાના પ્રાણ પ્રશ્નો માટે હંમેશા જાગૃતતાથી કામો કરવાનું જણાવ્યું હતું એકંદરે લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે કબજો કરીને કોંગી નેતા પ્રતાપ દુધાતે હોમ ટાઉનમાં તાલુકા પંચાયત યથાવત જાળવી રાખી હતી ને વિજેતા સત્તાધીશ પ્રમુખ ઉપપ્રમુખ સાથે તમામ કોંગી કાર્યકર્તાઓનો સહર્ષ આભાર પ્રતાપ દુધાતે વ્યક્ત કર્યો હતો આ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી વખતે લીલીયા તાલુકા કોંગ્રેસના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કોંગ્રેસના સભ્યો ખૂબ અભિનંદન આગેવાનોએ આપેલ હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CityWatch News