Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કૃષિ યાંત્રિકરણ યોજનામાં ખેત ઓજારો, સાધનોની પૂર્વમંજૂરીનો SMS મળ્યાના ૩૦ દિવસમાં ખરીદી પૂર્ણ કરવી ફરજિયાત

કૃષિ યાંત્રિકરણ યોજનામાં ખેત ઓજારો, સાધનોની પૂર્વમંજૂરીનો SMS મળ્યાના ૩૦ દિવસમાં ખરીદી પૂર્ણ કરવી ફરજિયાત

કૃષિ યાંત્રિકરણ યોજનામાં ખેત ઓજારો, સાધનોની પૂર્વમંજૂરીનો SMS મળ્યાના ૩૦ દિવસમાં ખરીદી પૂર્ણ કરવી ફરજિયાત

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ કૃષિ યાંત્રિકીકરણ સાધનોની યોજનાઓ તમામ ખેડૂતો માટે અમલમાં મુકવામાં આવેલી છે. જે મુજબ આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ મારફત ખેડૂતો દ્વારા વિવિધ સાધનોની સહાય મેળવવા ઓનલાઈન અરજીઓ કરવામાં આવેલ જેમાં મળેલ અરજીઓના આધારે ઓનલાઈન ડ્રો કરવામાં આવેલ અને જિલ્લાને ફાળવેલ નાણાકીય જોગવાઈને ધ્યાને લઈને વિવિધ સાધનો (રોટાવેટર, ઓટોમેટીક ઓરણી, શ્રેડર, પ્લાઉ, કલ્ટીવેટર, લેન્ડ લેવલર, પાવર ટીલર, રાપ-હેરો, થ્રેશર, પોસ્ટ હાર્વેસ્ટ-ડી સ્ટોનર વગેરે) માં તાલુકા વાઇઝ ખેડૂતોને પૂર્વમંજુરી આપવા આવી રહી છે.

સરકારશ્રીના ઠરાવોની જોગવાઈ મુજબ અરજદારની પૂર્વ મંજુરી બાબતની જાણ ખેડૂતોને પોતે આપેલ મોબાઈલ નંબર માધ્યમમાં SMS દ્વારા જાણ કરવામાં આવેલ છે. જે ખેડૂતોને પૂર્વ મંજુરી બાબતનો મોબાઈલ માધ્યમમાં SMS આવેલ છે તેઓ પૂર્વ મંજુરી પત્ર આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર જઈ પોતાના લોગીન આઈ.ડીથી ડાઉનલોડ કરી શકે છે અને મોબાઈલ માધ્યમમાં SMS મળ્યાથી પોતાની જરૂરીયાત મુજબ આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત/રજીસ્ટર થયેલ કંપનીના માન્ય અને ભારત સરકાર માન્ય ટેસિટીંગ મોડલ/સાધનની ઓથોરાઈઝ ડીલર પાસેથી દિન-૩૦માં ખરીદી પૂર્ણ કરવાની રહેશે તેમજ ખરીદી કરેલ સાધનના પાકા બીલ, આધાર પુરાવાની વિગત આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરીને આ દરખાસ્ત આપના ગામના ગ્રામસેવક કે તાલુકા ખેતીવાડી શાખા, વિસ્તરણ અધિકારીશ્રીને દિન-૩૦માં જ પહોંચતી કરવાની રહેશે.

આ બાબતે વધુ જાણકારી માટે ખેડૂતોએ જે તે તાલુકા કક્ષાએ ખેતીવાડી કચેરીએ ગ્રામસેવકશ્રી (ખેતી)/વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી)નો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CityWatch News