Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે યોજાયેલી આ બેઠકમાં, બાકી હોય તેવી કાર્યવાહીની વિગતો મેળવી તે અંગે ઘટતું થાય અને તે માટે કામગીરી હાથ ધરવામાં આવે અને પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અંગેના અમલીકરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

નવા રજિસ્ટ્રેશનને બહાલી આપવામાં આવી હતી.

મહત્વનું છે કે, પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અંતર્ગત, સ્ત્રી ભૃણ ગર્ભ પરિક્ષણ અને તે સાથે આવા બિનઅધિકૃત કૃત્યો પણ પ્રતિબંધિત છે, જે અન્વયે કડક કાર્યવાહી કરવા સહિતની જોગવાઇ છે.

સમાજમાં દીકરીઓની સંખ્યા વધે તે માટે તાલુકા કક્ષાએ જનજાગૃત્તિના વધારવા માટે આયોજન હાથ ધરવા અને દરેક રજિસ્ટર્ડ ક્લિનિકનું વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે.

પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓએ સી.સી.ટી.વી. લગાવવા ફરજિયાત છે, જે બાબતે અમરેલી જિલ્લામાં જાહેરનામું અમલી કરવામાં આવ્યું છે.

બેઠકમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇ.એમ.એ.) અમરેલીના પ્રમુખ શ્રી ડૉ. ગજેરા, પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે અમરેલી જિલ્લા સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CityWatch News