ગીરના ખોળે બિરાજતા ભગવાન શ્યામ અને ગીરની લોકસંસ્કૃતિને વણી લેતું નવું ભક્તિગીત 'શ્યામને મળવા જાવું' યુટ્યુબ ચેનલ 'રણધીર વિછીયા ઓફિશિયલ' પર રિલીઝ થઈ ચૂક્યું છે.
રિલીઝ થતાની સાથે જ આ ગીતને શ્રોતાઓ તરફથી ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે અને યુટ્યુબ પર આ ગીત ખૂબ ઝડપથી વ્યુઝ મેળવીને લોકપ્રિય થઈ રહ્યું છે.જેમાં
ગાંડી ગીરમાં સ્થિત પવિત્ર તુલસીશ્યામ ધામ, જ્યાં ભવ્ય ગરમ પાણીના કુંડ આવેલા છે અને મંદિરની બિલકુલ સામેના ડુંગર પર મા રૂક્ષ્મણીજીનું મંદિર શોભી રહ્યું છે, તેનું ખૂબ જ અદભુત અને ભાવવાહી વર્ણન આ ગીતમાં કરવામાં આવ્યું છે.
આ અદભુત ભક્તિગીતના રચનાકાર (લેખક) રણધીરભાઈ વિછીયા છે અને તેમણે પોતે જ પોતાના મધુર અવાજમાં આ ગીત ગાઈને જીવંત બનાવ્યું છે.
ગીરના નેહડામાં રહેતા ચારણોની આતિથ્યભાવના અને તેમનો આદર્શ પ્રેમ તેમજ સમગ્ર 'બાબરીયાવાડ' પ્રદેશ ભગવાન શ્યામના ચરણોમાં શીશ નમાવે છે, તે સંસ્કૃતિની ઝાંખી આ ગીતમાં દર્શાવાઈ છે. ગાંડી ગીરમાં જ્યાં ભગવાન શ્યામ બિરાજમાન છે, ત્યાં જંગલમાં ગુંજતી હાવજ (સિંહ)ની ડણકોનું પણ ગીતમાં બેહતરીન વર્ણન કરવામાં આવ્યું છે.
ગીરની પ્રાકૃતિક સુંદરતા અને શ્યામના ભક્તિરસથી સભર આ ગીત દરેક સંગીત અને ભક્તિપ્રેમીઓ માટે એક ઉત્કૃષ્ટ ભેટ છે. 'રણધીર વિછીયા ઓફિશિયલ' યુટ્યુબ ચેનલ પર જઈને ચોક્કસ જોવા અને સાંભળવા જેવું છે.

