Dailyhunt
સાવરકુંડલામાં શ્રી મહાપ્રભુજીના ૫૪૯મા પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી થશે ઉજવણી

સાવરકુંડલામાં શ્રી મહાપ્રભુજીના ૫૪૯મા પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી થશે ઉજવણી

સાવરકુંડલામાં શ્રી મહાપ્રભુજીના ૫૪૯મા પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી થશે ઉજવણી

​વલ્લભ ચરણની ધૂળમાં આખું જગત નિહાળીએ,

પ્રાગટ્યના આ પર્વને ભક્તિ થકી ઉજાળીએ.

​નદી કિનારે બેઠકજીમાં ગુંજશે જયકાર આજે,

આવો હવે સૌ ભાવથી

શ્રીનાથજીના ચરણ પખાળીએ.

-"પાંધી સર"

સાવરકુંડલા મુકામે નદી કાંઠે સ્થિત શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ દ્વારા જગદ્ગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૯મા પ્રાગટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી સંવત ૨૦૮૨ ના ચૈત્ર વદ ૧૧, સોમવાર, તારીખ ૧૩-૦૪-૨૦૨૬ ના રોજ આ મહોત્સવ ઉજવવામાં આવશે.

​આ પ્રસંગે આચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રીમદ્ વલ્લભાચાર્ય ફુલાવતુંશ શ્રી પુરૂષોત્તમલાલજી વૃજજીવનલાલજી મહારાજશ્રી (પૂ. રાજુબાવાશ્રી) ના સાનિધ્યમાં વિવિધ મનોરથો યોજાશે. ઉત્સવના દિવસે સવારે ૧૦:૩૦ કલાકે પલના તથા નંદ મહોત્સવના દર્શન થશે, ત્યારબાદ ૧૧:૩૦ કલાકે રાજભોગમાં તિલક આરતી અને બપોરે ૧:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

​આ અલૌકિક ઉત્સવમાં અનેક વૈષ્ણવ ભક્તો વિવિધ સેવાઓના મનોરથી તરીકે જોડાયા છે. ટ્રસ્ટ દ્વારા સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CityWatch News