Dailyhunt
સાવરકુંડલામાં વિકાસની પાંખો: ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ અમૃત સરોવર ફેઝ-૨ના કામોનું કર્યું સ્થળ નિરીક્ષણ

સાવરકુંડલામાં વિકાસની પાંખો: ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ અમૃત સરોવર ફેઝ-૨ના કામોનું કર્યું સ્થળ નિરીક્ષણ

સાવરકુંડલામાં વિકાસની પાંખો: ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ અમૃત સરોવર ફેઝ-૨ના કામોનું કર્યું સ્થળ નિરીક્ષણ

​વિકાસના પથ પર ડગલાં ભરીને કુંડલાને સજાવવું છે,

અમૃત સરોવરના આ નીરથી

આખું શહેર મલકાવવું છે.

​શ્રદ્ધા અને મહેનત તણો આ સંગમ જોવો તમે,

પ્રગતિના આ આલેખથી નવું નજરાણું બતાવવું છે.

-"પાંધી સર"

​સાવરકુંડલા શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ત્યારે અમૃત સરોવર ખાતે ચાલી રહેલા ફેઝ-૨ના વિકાસ કાર્યોનું ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા પ્રત્યક્ષ મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી અને પ્રોજેક્ટને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.

​ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, અમૃત સરોવરનો આ પ્રોજેક્ટ આગામી સમયમાં સાવરકુંડલાની જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સ્થાનિક નાગરિકોને ઉત્તમ સુવિધાઓ સાથે મનોરંજન અને હરવા-ફરવાનું શ્રેષ્ઠ સ્થળ ઉપલબ્ધ થશે. નિરીક્ષણ દરમિયાન તેમણે કામની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવા અને પારદર્શિતા જાળવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

​આ મુલાકાત પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર, એન્જિનિયરો તથા વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રીએ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી ટેકનિકલ વિગતો મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિકાસ કાર્યોમાં ગતિ આવે અને લોકોની સુવિધામાં વધારો થાય તે માટે તંત્રને સજ્જ રહેવા પણ તેમણે તાકીદ કરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CityWatch News