Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શ્રી એમ.ડી.પટેલ હાઇ/ હાયર સેકેન્ડરી સ્કૂલ વાલમધામ ગારીયાધાર નું ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓનું પ્રથમ સ્નેહ મિલન સમારોહ સુરત-૨૦૨૬ યોજાયું

શ્રી એમ.ડી.પટેલ હાઇ/ હાયર સેકેન્ડરી સ્કૂલ વાલમધામ ગારીયાધાર નું ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓનું પ્રથમ સ્નેહ મિલન સમારોહ સુરત-૨૦૨૬ યોજાયું

શ્રી એમ.ડી.પટેલ હાઇ/ હાયર સેકેન્ડરી સ્કૂલ વાલમધામ ગારીયાધાર નું ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓનું પ્રથમ સ્નેહ મિલન સમારોહ સુરત-૨૦૨૬ યોજાયું

ગારિયાધાર શેક્ષણિક જગત ની શાન સમી શ્રી એમ.ડી.પટેલ હાઇ/ હાયર સેકેન્ડરી સ્કૂલ વાલમધામ ગારીયાધાર નું વર્ષ ૨૦૧૦,૨૦૧૧,૨૦૧૨ ની બેચ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ નું

પ્રથમ સ્નેહ મિલન સમારોહ સુરત-૨૦૨૬

તા.૨૩/૦૮/૨૦૨૬ ને રવિવાર ના રોજ શ્રી એમ.ડી.પટેલ હાઈ/હાયર સેકેન્ડરી સ્કૂલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાઓ આચાર્ય ગુરુજનો નો ઋણ સત્કાર સમારોહ તથા વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન ડાયરા ના પવિત્ર ત્રિવેણી સંગમ રૂપી ઐતિહાસિક, સંસ્કારી અને આનંદ સાગર નો ભવ્યાતિત ભવ્ય કાર્યક્રમ દાનવીર કર્ણ ની ભૂમિ સુરત પર યોજી

ગુરુજનો અને વિદ્યાર્થીઓએ તેમના ભૂતકાળ ના સ્મરણો ને યાદ કરી

પુનઃ તાજગી - આનંદ ના મહાસાગર માં ડૂબકી મારેલ

આ તબ્બકે સ્કૂલ ના ગુરુજનો

શ્રી ગાલાણી શ્રી નાકરાણી શ્રી ગઢિયા શ્રી સરવૈયા શ્રી માલવ્યા શ્રી મેર શ્રી મીનાબેન પરમાર શ્રી નિકુલ ઉપસ્થિત રહી તેમનું સન્માન કરવામાં આવ્યું અને વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન-આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓના સ્નેહથી ભાવ- દ્રષ્ટિ થી ભાવ વિભોર થઈ અદભુત દ્રશ્યો નો પવિત્ર સંયોગ ઉભો થયેલ…..

આ તબ્બકે સુરત સિવાય વતન માંથી અનેક મિત્રો આવ્યા હતા અને આ મિત્રો દ્વારા ગુરુજનોનું સન્માન કરતા ધન્યતાની લાગણીઓ નો અનુભવ કરેલ.

આશરે ૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓ આ આનંદ સાગર માં જોડાયા પોતાની લાગણીઓ પ્રેમ અને અતૂટ સબંધ માં જોડાઈ એક બીજા મિત્રો ને ભેટી પડી

અશ્રુભીની આંખો સાથે મિત્રો નો સબંધ વધુ મજબૂત બનાવ્યો હતો

અને ત્યારબાદ દરેક ગુરુજનો અને દરેક મિત્રો એ સાથે સમૂહ ભોજન કરી ધન્યતા અનુભવી હતી

ત્યાર બાદ રાત્રીના ૯:૦૦ કલાકે ભવ્ય લોક ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મિત્રો સાથે રાસ ગરબા ની રમઝટ પણ કરી હતી

અને આ સ્નેહ મિલન નો મુખ્ય હેતુ એકજ હતો કે આપણે સૌ મિત્રો એક બીજા ને મળીએ અને વ્યવસાય ક્ષેત્ર માં એક બીજા ને મદદરૂપ બનિયે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CityWatch News