Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ખાતે ભવ્ય 'એસ્ટ્રો મેળો' યોજાયો

તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ખાતે ભવ્ય 'એસ્ટ્રો મેળો' યોજાયો

તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ખાતે ભવ્ય 'એસ્ટ્રો મેળો' યોજાયો

ળાજા પંથકમાં સૌ પ્રથમ વાર વિદ્યાર્થીઓએ 360° ડોમ પ્લેનેટોરિયમમાં નિહાળી "બેક ટુ ધ મૂન" મુવી અને ચંદ્રયાનની સફર

નીલકંઠ ગુરુકુલમ્ ખાતે વિજ્ઞાન અને અવકાશને લગતા એક અનોખા 'એસ્ટ્રો મેળા'નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓએ મુંબઈ જેવા અત્યાધુનિક 360° ડોમ પ્લેનેટોરિયમમાં ચંદ્રયાન મિશન આધારિત સાયન્સ ફિલ્મ 'બેક ટુ ધ મૂન' નિહાળી અવકાશી સફરનો રોમાંચક અનુભવ કર્યો હતો.

તળાજા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકો સ્થાનિક સ્તરે જ એસ્ટ્રોનોમી, સ્પેસ સાયન્સ અને વિજ્ઞાન ક્ષેત્રે અગ્રેસર થાય તેવા હેતુથી આ આયોજન કરાયું હતું. શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આ અદ્ભુત અનુભવ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે 360 ડિગ્રી સ્ક્રીન પર અવકાશ જોવાનો આ અનુભવ તેમના જીવનનો પ્રથમ અને યાદગાર છે. શાળાના વિજ્ઞાન શિક્ષકોએ પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી વિજ્ઞાન સમજાવવાના આ નવતર પ્રયોગની સરાહના કરી હતી.

શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને તળાજામાં રાષ્ટ્રીય કક્ષાનું એક્સપોઝર મળે તેવો અમારો સતત પ્રયાસ રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક પ્રયોગો ચાલુ રહેશે. આ "એસ્ટ્રો મેળા"ના સફળ આયોજન બદલ અમદાવાદના ધનંજય રાવલ અને તેમની ટીમનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટીઓ ભરતસિંહ મોરી, વિપુલસિંહ પરમાર, બળદેવસિંહ ચુડાસમા તથા યશપાલસિંહ વણારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુરુકુલમ્ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CityWatch News