Dailyhunt
Navsari : બીલીમોરામાં જ્વેલર્સ માલિક પર ધોળા દિવસે ફાયરિંગની ઘટના, ગોળી વાગી હોવા છતાં વેપારીએ હિંમતપૂર્વક સામનો કરતા લૂંટારા

Navsari : બીલીમોરામાં જ્વેલર્સ માલિક પર ધોળા દિવસે ફાયરિંગની ઘટના, ગોળી વાગી હોવા છતાં વેપારીએ હિંમતપૂર્વક સામનો કરતા લૂંટારા

ક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ધોળા દિવસે ફાયરિંગની સનસનાટીભર્યા ઘટના સામે આવી છે. શહેરના ભરચક ગણાતા ગૌહરબાગ વિસ્તારમાં આવેલી 'ચંચળ જ્વેલર્સ' નામની દુકાનમાં લૂંટના ઈરાદે ઘૂસેલા ત્રણ અજાણ્યા બદમાશોએ જ્વેલર્સ માલિક પર ગોળીબાર કર્યો હતો. સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, બીલીમોરાના ગૌહરબાગ સ્થિત ચંચળ જ્વેલર્સમાં ત્રણ શખ્સો ગ્રાહકના સ્વાંગમાં લૂંટ કરવાના ઈરાદે ઘૂસ્યા હતા.

આ ટોળકીએ જ્વેલર્સના માલિકને બંદૂકની અણીએ ડરાવવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ તેમના પર ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગવા છતાં દુકાનદારની અદમ્ય હિંમત જોઈ લૂંટારુઓ ગભરાઈ ગયા હતા. માલિકે પ્રતિકાર કરતા લૂંટારુઓએ કંઈ પણ લીધા વિના ત્યાંથી ભાગવું પડ્યું હતું.

આ હુમલામાં જ્વેલર્સના માલિકને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતા જ નવસારી પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓની ઓળખ કરવા અને તેમને પકડવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે. ધોળા દિવસે થયેલા આ ફાયરિંગથી બીલીમોરાના વેપારી આલમમાં ભારે ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CN24 News Gujarati