સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.
આજે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં ભરતી મામલે સૌથી મોટી જાહેરાત કરી.

