Monday, 20 Sep, 12.15 pm CN24 News Gujarati

દેશ
સરવે : દેશમાં 15% લોકોના બેન્ક ખાતાં જ નથી, ખાતું ખોલાવવામાં રાજસ્થાન અને છત્તીસગઢના ગ્રામીણો આગળ

વેપાર, કિસાન ક્રેડિટ કાર્ડ, સબસિડી કે સરકારી યોજનાથી માંડીને નાના ખેડૂતોને અપાતા વાર્ષિક 6 હજાર રૂ. માટે પણ બેન્કમાં બચત ખાતું જરૂરી હોય છે પણ દેશમાં 15% લોકોના બેન્ક ખાતાં જ નથી. ખાસ વાત એ છે કે બચત ખાતું ખોલાવવામાં રાજસ્થાન અને છત્તીસગઢના ગ્રામીણો આગળ છે. ગુજરાત સૌથી પાછળ છે. અહીં ગ્રામીણ ક્ષેત્રના 26% લોકોના બેન્ક ખાતાં જ નથી. યુપીની સ્થિતિ ગુજરાતથી બહેતર છે, જ્યાં 86.7% ગ્રામીણોના બચત ખાતાં છે. મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સના ઓલ ઇન્ડિયા ડેબ્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સરવે 2019માં આ વિગતો સામે આવી છે. રિપોર્ટમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોના લોકોના બચત ખાતાં અને તેમની ટકાવારીની તુલના કરાઇ છે, જે મુજબ ગુજરાતમાં શહેરી વસતીમાં 83.5% લોકોના બચત ખાતાં છે, ગ્રામીણના 73.8% લોકોના જ બેન્ક ખાતાં ખુલ્યા છે.

ગ્રામીણોના બચત ખાતાંમાં આ રાજ્યો આગળ

આ રાજ્યોના ગામડાં બચત ખાતાંમાં પાછળ

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: CN24 News Gujarati
Top