Monday, 20 Sep, 5.41 pm CN24 News Gujarati

બ્રેકીંગ ન્યૂઝ
સુરત : એક ભાઈએ સગીરાને ગર્ભવતી બનાવી, બીજા ભાઈએ ગર્ભપાત કરાવી નાખ્યો

સુરત જિલ્લાના માંગરોળમાં 16 વર્ષની તરૂણી પર યુવાને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. યુવાનના ભાઈએ તરૂઈને હોસ્પિટલ લઈ જઈ ખોટી ઉંમર જણાવી ગર્ભપાત કરાવી નાખ્યો હતો. જેતી કોસંબા પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

તરૂણી નોકરી કરતા યુવાનના પ્રેમમાં પડી

માંગરોળ તાલુકાના ધામરોડની સીમમાં મજૂર પરિવારની યુવતી બે વર્ષ પહેલા સગીર હોય. માતા પિતા અને ઘરનું આર્થિક ભારણ ઉંચકવા કંપનીમાં કામ અર્થે જોડાઈ હતી. જ્યાં કામ કરતો મહેશભાઈ પટેલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ફેક્ટરી ચાલુ થતાં ફરીવાર સગીરા ફેક્ટરીમાં કામે ગઈ હતી. આખો દિવસ કામ કરી સાંજે ઘરે આવતી વખતે મહેશ સગીરાને ફેક્ટરીના પહેલા માળ ઉપર બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.

ધમકી આપી સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું

સગીરાને કામ પર પરથી કઢાવી નાંખીશ ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કરતો હતો. નોકરી બચાવવા પરિવારને વાત કરી ન હતી. સગીરા બીમાર પડતાં કામે ગઈ ન હતી. તેની જાણ મહેશને થતાં તેના ભાઈ મુકેશને ઘરે મોકલ્યો હતો અને જણાવ્યું હતું કે સારવાર માટે લઈ જઈ રહ્યાં છે. જેથી પિતા સાથે સગીરા નર્સિગ હોમમાં લઈ આવ્યા હતાં. જ્યાં સગીરા ગર્ભવતી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.

બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી

ડોક્ટરે ઉંમર પૂછતાં મુકેશે 19 વર્ષ જણાવી હતી. તેમજ રજિસ્ટરમાં પિતાનું નામ લખાવ્યું હતું. ગર્ભપાત કરાવી ઘરે મોકલી હતી. પિતાએ સગીરાની પૂછતાછ કરતાં મહેશનું નામ જણાવ્યું હતું. મહેશ જ્યારે મળતો ત્યારે મારી નાંખવા ધમકાવતો હતો. આ અંગે તેના પિતાને જાણ કરી હતી. પિતાના મિત્રએ હિંમત આપતાં તે કોસંબા પોલીસમાં મહેશ પટેલ અને ભાઈ મુકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: CN24 News Gujarati
Top