CN24 News Gujarati
CN24 News Gujarati

Jammu Kashmir : ડોડામાં મિની બસ ખીણમાં ખાબકતા સર્જાયો અકસ્માત, 8નાં મૃત્યુ, અન્ય ઘાયલ

  • 83d
  • 0 views
  • 0 shares

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ગુરુવારે મોટી દુર્ઘટના ઘટી છે. થાથરીથી ડોડા જઈ રહેલી એક મિની બસ ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામા 8 લોકોના મૃત્યુ થયા છે અને ઘણા લોકો ઘાયલ છે. ઘટના સ્થળે હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે મેં ડોડાના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર વિકાસ શર્મા સાથે વાત કરી છે. ઘાયલોને GMC ડોડા ખસેડવામાં આવી રહ્યાં છે.

વધુ વાંચો
VTV News
VTV News

BIG BREAKING / સાનિયા મિર્ઝાએ કર્યું સંન્યાસનું એલાન: ઑસ્ટ્રેલિયન ઓપનમાં ખરાબ શરૂઆત બાદ લીધો નિર્ણય

BIG BREAKING /  સાનિયા મિર્ઝાએ કર્યું સંન્યાસનું એલાન: ઑસ્ટ્રેલિયન ઓપનમાં ખરાબ શરૂઆત બાદ લીધો નિર્ણય
  • 2hr
  • 0 views
  • 362 shares

  • ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું એલાન
  • જલ્દી જ લેશે સંન્યાસ
  • આ સીઝન પણ રમી શકીશ કે નહીં તે ખબર નથી: સાનિયા

સાનિયા લેશે સંન્યાસ
ભારતની સુપરસ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસનું એલાન કર્યું છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર બાદ સાનિયાએ કહ્યું છે કે 2022નું સિઝન તેમના માટે અંતિમ છે.

વધુ વાંચો
ABP અસ્મિતા

Market Crash: સેન્સેક્સ 750 પોઈન્ટથી વધુ તૂટ્યો - નિફ્ટી 18,000ની નીચે, રોકાણકારોના રૂ. 2.5 લાખ કરોડ ડુબ્યા

Market Crash: સેન્સેક્સ 750 પોઈન્ટથી વધુ તૂટ્યો - નિફ્ટી 18,000ની નીચે, રોકાણકારોના રૂ. 2.5 લાખ કરોડ ડુબ્યા
  • 2hr
  • 0 views
  • 219 shares

Stock Market Crash: શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે પણ મોટું ગાબડું પડ્યું છે. જો તમે આજે અને કાલ બંને દિવસના ઘટાડા પર નજર નાખો તો સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. હાલમાં સેન્સેક્સ 60,000ની સપાટીથી નીચે ગયો છે અને રોકાણકારોએ આજે ​​2.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

બપોરે 1 વાગ્યે બજારની સ્થિતિ - સેન્સેક્સ 60,000 ની નીચે સરકી ગયો

જો બપોરના એક વાગ્યાના ટ્રેડિંગ પર નજર નાખીએ તો સેન્સેક્સમાં 770.11 પોઈન્ટ અથવા 1.27 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે 60,000ની નીચે સરકી ગયો છે. બપોરે 1:3 વાગ્યે સેન્સેક્સ 59,984.75 પર ટ્રેડ થઈ રહ્યો છે.

નિફ્ટી 18,000 ની નીચે સરકી ગયો

નિફ્ટી 18,000 ની નીચે સરકી ગયો છે અને 218 પોઈન્ટ્સ અથવા 1.02 ટકાના ઘટાડા પછી 17895 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આજના વેપારમાં 17,884ની નીચલી સપાટી સુધી ગયો હતો.

વધુ વાંચો

No Internet connection

Link Copied