Friday, 18 Oct, 11.47 pm Connect Gujarat

હોમ
અંભેટી આશ્રમશાળા ખાતે શતાબ્દીવનનું ઉદ્ઘાટન કરતા આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકર

ગુજરાત વિદ્યાપીઠ શતાબ્દી વર્ષ ઉજવણી અવસરે આશ્રમશાળા અંભેટી, તા.કપરાડા ખાતે ગુજરાત વિદ્યાપીઠ શતાબ્દીવનનું ઉદ્ઘાટન વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરાયું હતું.

આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે ગુજરાત વિદ્યાપીઠના શતાબ્દી વર્ષ ઉજવણી પ્રસંગે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારમાં આશ્રમશાળાનું સંચાલન કરી ગ્રામ સેવા કેન્દ્ર-અંભેટીએ સાચી દૃષ્ટિએ આદિવાસીઓની સેવા કરી છે, જે અભિનંદનીય છે. સૌને ગર્વ થાય એ પ્રકારનો આજનો દિવસ છે, તેમ જણાવતાં મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના વિચારો વિશ્વકલ્યાણ માટે સર્વોત્તમ છે અને તેમના માર્ગદર્શન હેઠળ પ્રસ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના શતાબ્દી વર્ષની ઉજવણી અવિસ્મરણીય બની રહેશે. મહાત્મા ગાંધી અહિંસાવાદી હતા અને દેશપ્રેમ તેમના રોમેરોમમાં ભર્યા હતો. અહિંસાના શસ્ત્રથી અંગ્રજાની ગુલામીમાંથી આઝાદ બનાવ્યા હતા. આશ્રમશાળામાં જરૂરી સગવડો – સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ બજેટની ફાળવણી કરી છે. સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું આયોજન પણ કરાયું છે. તેમણે શૈક્ષણિક ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા અમલી અનેકવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના-૧૯૨૦ થી લઇ ૧૦૦ મા વર્ષમાં પ્રવેશ સુધીની સફર દર્શાવતી ડોક્યુમેન્ટરીનું નિદર્શન પણ કરાયું હતું. પરંપરાગત બળદગાડીમાં વડના વૃક્ષની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મંત્રી, આશ્રમશાળા પરિવાર સહિત બાળકો મોટી સંખ્યામાં જાડાયા હતા. શોભાયાત્રા બાદ વડના વૃક્ષનું વનમંત્રી રમણલાલ પાટકરના હસ્તે શતાબ્દિવનમાં રોપાણ કરવામાં આવ્યું હતું.

મોટાપોંઢા કોલેજના પૂર્વ આચાર્ય બી.એન.જાષી, સંસ્થાના સંચાલક જયંતિભાઇ પટેલ, મોટાપોîઢાના વિજ્ઞાન સ્વામીજી, અગ્રણી બાબુભાઇ વરઠા, મહેશભાઇ ભટ્ટ, ભાણાભાઇ આહિર, આશ્રમશાળા પરિવાર સહિત શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati
Top