Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

અંકલેશ્વર: APMCના ચેરમેન તરીકે પુન: એકવાર મુકેશ પટેલની વરણી, ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

Connect Gujarat 5 days ago

અંકલેશ્વર એપીએમસીની બેઠક યોજાઇ ચેરમેન અને વાઇઝ ચેરમેનની વરણી ચેરમેન તરીકે મુકેશ પટેલ વાઇઝ ચેરમેન તરીકે ઠાકોર પટેલ ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન…

અંકલેશ્વર એપીએમસીની બેઠક યોજાઇ

ચેરમેન અને વાઇઝ ચેરમેનની વરણી

ચેરમેન તરીકે મુકેશ પટેલ

વાઇઝ ચેરમેન તરીકે ઠાકોર પટેલ

ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી.જેમાં ભાજપના મેન્ડેટ મુજબ ફરી ચેરમેન તરીકે મુકેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોરભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી

અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અઢી વર્ષની ટર્મ પુરી થતા આગામી અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે સભાખંડ ખાતે એપીએમસીના ડિરેકટરોની ખાસ બોર્ડ મિટિંગ યોજાય હતી જેમાં પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી લઈને આવ્યા હતા અને બોર્ડ મિટિંગમાં મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે મુકેશ કરશનભાઇ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોર પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ ડીસ્ટ્રીકટ બેંકના એમડી અજયસિંહ રાણા,અંકલેશ્વર એપીએમસીના પૂર્વ ચેરમેન અને પીઢ સહકારી આગેવાન કરશનભાઇ પટેલ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati