Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અંકલેશ્વર: એરસ્ટ્રીપ સામેના પેટ્રોલપંપ પર કર્મચારીને કચડવાનો પ્રયાસ CCTVમાં કેદ , કારચાલક રૂપિયા આપ્યા વગર જ ફરાર !

અંકલેશ્વર: એરસ્ટ્રીપ સામેના પેટ્રોલપંપ પર કર્મચારીને કચડવાનો પ્રયાસ CCTVમાં કેદ , કારચાલક રૂપિયા આપ્યા વગર જ ફરાર !

Connect Gujarat 2 weeks ago

  • અંકલેશ્વર નજીકનો બનાવ

  • પેટ્રોલ પંપ પરનો બનાવ

  • કાર ચાલકે કર્મચારીને કચડવાનો કર્યો પ્રયાસ

  • ઘટના સીસીટીવીમાં થઈ કેદ

  • બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર એરસ્ટ્રીપની સામે આવેલા પેટ્રોલપંપ પર કાર ચાલક પેટ્રોલ પંપના કર્મચારીને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

અંકલેશ્વર નજીક NH-48 પર આવેલા એરસ્ટ્રીપ સામેના પેટ્રોલ પંપ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સીસીટીવી ફૂટેજ મુજબ, એક કારચાલકે પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા ચૂકવ્યા વગર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કારચાલકે રૂપિયા 3285નું પેટ્રોલ ભરાવ્યું હતું. જ્યારે પેટ્રોલ પંપના કર્મચારી મહંમદ સાહબાજે પેમેન્ટ માટે કહ્યું, ત્યારે કારચાલકે ઓનલાઈન પેમેન્ટ કર્યું હોવાનું કહી અચાનક ગાડી ઝડપથી દોડાવી અને તેમને કચડવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી.આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.પેટ્રોલપંપના કર્મચારીમાં જણાવ્યા અનુસાર કારમાં 4 થી 5 લોકો સવાર હતા, કારની ટાંકી ફૂલ કરાવ્યા બાદ પેમેન્ટ માટે તેની પાસે ક્યુઆર કોડ માંગવામાં આવ્યો હતો જો કે પેમેન્ટ કર્યું ન હતું અને બાદમાં તેના પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરી કારચાલક પુર ઝડપે ફરાર થઇ ગયો હતો.ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ઓળખ અને ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati