અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવાના જિલ્લા વિકાસ અધિકારીના હુકમને હાઇકોર્ટમાં પડકાર હતા કોર્ટે મહિલા સરપંચને રાહત આપી છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના…
અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવાના જિલ્લા વિકાસ અધિકારીના હુકમને હાઇકોર્ટમાં પડકાર હતા કોર્ટે મહિલા સરપંચને રાહત આપી છે.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને હાઈકોર્ટમાંથી વધુ એક વખત રાહત મળી છે. ડીડીઓ દ્વારા કરવામાં આવેલા હુકમ સામે મંજુલાબેન પટેલે હાઈકોર્ટમાં સ્ટે માટે રજૂઆત કરી હતી. જેને હાઈકોર્ટે માન્ય રાખી ડીડીઓના હુકમ સામે સ્ટે મંજૂર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે મંજુલાબેનને સરપંચ પદ મામલે હાઈકોર્ટમાંથી ચોથી વખત સ્ટે મળ્યો છે.અગાઉ તા. ૨૮ ઓગસ્ટના રોજ ડેપ્યુટી સરપંચ કનુ રાઠોડે સરપંચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.જોકે, ત્યારબાદ મંજુલાબેન પટેલે ડીડીઓના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટમાંથી સ્ટે મળતાં હવે મંજુલાબેન પટેલ ફરીથી ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ સંભાળશે.આમ, માત્ર એક સપ્તાહના સમયગાળામાં જ ગડખોલ ગ્રામ પંચાયતમાં સરપંચનો ચાર્જ ફરી બદલાશે. હાઈકોર્ટના આ હુકમ બાદ ગ્રામ પંચાયતના વહીવટી તંત્રમાં પણ હલચલ જોવા મળી છે.અત્રે ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિના મામલામાં જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ મંજુલાબહેન પટેલને સસ્પેન્ડ કર્યા હતા. જે હુકમ પર હાઈકોર્ટ દ્વારા ફરી સ્ટે આપવામાં આવ્યો છે.
