અંકલેશ્વર GIDC સ્થિત શ્રી મહાદેવ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ખુલ્લી જગ્યામાં આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી પાસે જીતાલી ગામના રહેવાસી 40 વર્ષીય કામદાર કલ્પેશભાઈ નાનુભાઈ વસાવા કામ અર્થે…
અંકલેશ્વર GIDC સ્થિત શ્રી મહાદેવ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ખુલ્લી જગ્યામાં આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી પાસે જીતાલી ગામના રહેવાસી 40 વર્ષીય કામદાર કલ્પેશભાઈ નાનુભાઈ વસાવા કામ અર્થે ગયા હતા.
દરમિયાન 30 ઓગષ્ટના રોજ આકસ્મિક કારણોસર તેઓ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગયા હતા.દરમિયાન કલ્પેશભાઈ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને કંપની ખાતે આવી તેમની શોધખોળ શરૂ કરી હતી. 2 દિવસની ભારે શોધખોળ બાદ પાણીની ટાંકીમાંથી કલ્પેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતાં અંકલેશ્વર GIDC પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.આ તરફ કંપની સંચાલકો દ્વારા મૃતકના પરિવારજનોને જરૂરી તમામ મદદ અને યોગ્ય વળતર આપવાની બાંહેધરી આપવામાં આવી છે.
