Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

અંકલેશ્વર: જીતાલી ગામમાં ઘરમાં ઘુસી મહિલાની છેડતી કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

Connect Gujarat 1 week ago

અંક્લેશ્વર તાલુકાના જીતાલી ગામમાં સેગપુર રોડ પર આવેલી શિવ વિલા સોસાયટીમાં 24 વર્ષીય મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી છેડતી કર્યાનો બનાવ સામે આવ્યો છે. મહિલાની…

અંક્લેશ્વર તાલુકાના જીતાલી ગામમાં સેગપુર રોડ પર આવેલી શિવ વિલા સોસાયટીમાં 24 વર્ષીય મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી છેડતી કર્યાનો બનાવ સામે આવ્યો છે. મહિલાની ફરિયાદ બાદ અંક્લેશ્વર રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.

મહિલા પોતાના ઘરમાં હતી ત્યારે સોસાયટીમાં રહેતો બાલા નકુલ ગોડ અચાનક ઘરમાં ઘૂસી આવ્યો હતો.

મહિલાની સંમતિ વિના તેના કપાળ પર હાથ ફેરવ્યો હતો. ત્યારબાદ "હું તને બહુ પસંદ કરું છું. આઈ લવ યુ" કહી મહિલાનો હાથ પકડી છેડતી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.અવાજ સાંભળતા આરોપી મહિલાએ બૂમાબૂમ કરી હતી. પકડાઈ જવાના ડરે સ્થળ પરથી ભાગી ગયો હતો. બાદમાં મહિલાએ પરિવારજનોને જાણ કરી. તે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે પહોંચી. તેણે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati