Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

અંકલેશ્વર: નગરપાલિકાના ચીફ ઓફિસરની પ્રમોશન સાથે બદલી થતા વિદાય સમારોહ યોજાયો

Connect Gujarat 1 week ago

અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાનું પ્રમોશન સાથે બદલી થતા પાલિકાના શ્રમિક કામદાર કલ્યાણ સંઘ યુનિયન અને વાલ્મિકી સમાજ દ્વારા વિદાય સમારોહ દરમ્યાન પુષ્પગુચ્છ દ્વારા…

અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાનું પ્રમોશન સાથે બદલી થતા પાલિકાના શ્રમિક કામદાર કલ્યાણ સંઘ યુનિયન અને વાલ્મિકી સમાજ દ્વારા વિદાય સમારોહ દરમ્યાન પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર નગરપાલિકા ના ચીફ ઓફિસર કેશવ કોલડિયાનું મ્યુનિસિપાલિટી, સુરત ઝોનમાં પ્રાદેશિક કમિશનર તરીકે પ્રમોશન સાથે બદલી થઇ છે ,તેમની બદલી થતા પાલિકાના સફાઈ કર્મચારીઓ ,યુનિયન અને વાલ્મિકી સમાજ દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સમાજના આગેવાન ધર્મેન્દ્ર મહિડા સહીત યુનિયનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની વિદાય વેળાએ તેમની પ્રશંસનીય કામગીરી અને સેવાઓને બિરદાવી શાલ, મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati