Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

અંકલેશ્વર: પાનોલી પોલીસે રૂ.2 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો, આરોપીની ધરપકડ

Connect Gujarat 2 weeks ago

અંકલેશ્વરની પાનોલી પોલીસે બાકરોલ બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપરથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની પાસેથી રૂ. 2.27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો…

અંકલેશ્વરની પાનોલી પોલીસે બાકરોલ બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપરથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની પાસેથી રૂ. 2.27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અંકલેશ્વરના બાકરોલ બ્રીજથી સંજાલી મહારાજા નગર તરફ સુભેન્દુસેખર પ્રેમચંદ દેબ નામનો ઈસમ ગાંજાનો જથ્થો લઈ પસાર થનાર છે.જેવી બાતમીના આધારે પાનોલી પોલીસે બાકરોલ બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી તેની તપાસ કરતા તેના પાસેથી ગાંજાનો 3.941 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1.97 લાખનો ગાંજો અને એક ફોન મળી કુલ 2.27 લાખના મુદ્દામાલ સાથે સંજાલી ગામના નેશનલ કોમ્પલેક્ષની સામે રહેતો સુભેન્દુસેખર પ્રેમચંદ દેબને ઝડપી પાડ્યો હતો. જ્યારે રાજેશ અને મહેન્દ્ર નામના ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.આ મામલાની તપાસ હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર નયન વસાવા ચલાવી રહ્યા છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati