Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

અંકલેશ્વર: સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી, લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા

Connect Gujarat 1 week ago

ક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે અંકલેશ્વર સબજેલમાં ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ કેદી ભાઈઓને મળવા આવેલી બહેનોએ તેમના કાંડા પર રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર…

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે અંકલેશ્વર સબજેલમાં ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ કેદી ભાઈઓને મળવા આવેલી બહેનોએ તેમના કાંડા પર રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણી વ્યક્ત કરી હતી.રાખડી બાંધતી વખતે બહેનો દ્વારા ભાઈઓના સુખાકારી, સારા સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

લાંબા સમય બાદ ભાઈ-બહેનની મુલાકાત થતાં અનેક પ્રસંગોએ લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.બહેનોએ ભાઈઓને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી હતી, જ્યારે કેદી ભાઈઓ પણ બહેનોને મળીને ભાવુક બન્યા હતા. જેલની ચાર દિવાલો વચ્ચે પણ રક્ષાબંધનના પર્વે ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનું અનોખું બંધન જોવા મળ્યું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati